સ્ટેચ્યુ પર ફરતા હેલીકૉપટરના અવાજથી નજીકના ગામોમાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણ પર અસર 

0
78

સ્ટેચ્યુ પર પ્રવાસીઓનો વધારો થતા બીજું હેલીકૉપટર પણ લવાયું :

આખો દિવસ હેલીકૉપટરના અવાજથી નવાગામ, લીમડી,બારફળિયા, વાગડીયાની શાળાના બાળકોનું શિક્ષણ બગડે છે.

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને હવાઈ મુસાફરી અને એરિયલ વ્યૂહ બતાવવા ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ ખાનગી એજન્સીને હેલીકૉપટર સેવા શરૂ કરવા આમંત્રણ આપ્યું અને જે સેવા શરૂ થઇ પરંતુ આ હેલીકૉપટર સેવાની આડ અસરો દેખાવાની શરૂ થઇ ગઈ છે , જ્યાં હેલિપેડ આ એજન્સીને આપવા માં આવ્યું છે જે જેપી કંપની નું હેલી પેડ છે જયારે હેલીપેડ સામે જ જય જયોતિ ગર્લ્સ સ્કૂલ આવેલી છે. જેમાં ભણતા બાળકો ને સૌથી વધુ અસર થાય છે આ સાથે,બારફળિયા પ્રાથમિક શાળા, નવાગામ પ્રાથમિક શાળા, જે.કે.ઈંગ્લીસ મીડીયમ સ્કૂલ,જેમાં હજારો બાળકો અભ્યાસ કરે છે અને બે કિમિ સુધી આ હેલીકૉપટરનો અવાજ આવે છે. જેનાથી બાળકોનું ધ્યાન આ હેલીકૉપટર તરફ જ રહે છે જેના કારણે ભણવામાં મન લાગતું નથી સાથે અવાજ સતત આવતા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે.ત્યારે બાળકોના હિત માટે આ હેલીકૉપટર સેવાનો પણ વિરોધ ગ્રામપંચાયતોમાં થઇ રહ્યો છે.

બોક્ષ : આદિવાસી બાળકોને અભ્યાસથી વન્ચિત રાખવાનો સરકારી કારશો છે : શૈલેષ તડવી 

આ માટે વાગડીયાના એક આગેવાન શૈલેષ તડવી એ જણાવ્યું હતું કે સરકાર સી પ્લેન લાવે, હેલિપેડ લાવે, ટ્રેન કે હેલિકૉપટર અમારા આદિવાસીઓની જમીન પરજ પ્લેટફોર્મ બનાવશે પણ હવે અમે એક ટુકડો જમીન આપવા તૈયાર નથી અને જો લેવાની કોશિશ કરી તો ખેર નથી અમે ઉગ્ર આંદોલન કરીશું અને હાલ ચાલતા હેલીકૉપટર તાત્કાલિક બંધ કરે, આતો આદિવાસી બાળકોને અભ્યાસથી વન્ચિત રાખવાનો સરકારનો કારસો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY