રાજપીપળા લાલ ટાવર પાસે વૃક્ષની ડાળ ઈલેકટ્રીક વાયરો પર તૂટી પડતા ત્રણ કલાક વીજળી ગૂલ

0
18

ગરમીમાં વીજ પુરવઠો બંધ રહેતા ભર બપોરે લોકો શેકાયા ત્યારે વીજ કંપનીના ફરિયાદ સેન્ટર ના ફોન પણ સતત વ્યસ્ત રહ્યા 

વીજ કંપનીના રેઢિયાળ વહીવટમાં તગડા બીલો ભરતા ગ્રાહકોને યોગ્ય અને ઝડપી સર્વિસ પણ મળતી નથી 

રાજપીપળા : રાજપીપળા શહેરમાં વીજ કંપનીના ખાડે ગયેલા વહીવટ થી વારંવાર ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે તેમ છતાં કંપનીના અધિકારીઓ ઉનાળાની ગરમીમાં પણ આ બાબતે ગંભીર નથી બન્યા

સોમવારે રાજપીપળા લાલ ટાવર પાસે એક વૃક્ષની ડાળ ઈલેકટ્રીક કેબલ પર તૂટીને પડતા કેબલો તૂટી ગયા બાદ વીજ પુરવઠો ખોરવાઈ જતા વીજ કંપનીના કર્મચારીઓ કામે લાગ્યા બાદ ત્રણ કલાકે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરાયો તેના કારણે બપોરે 12 થી 3 ના સમયમાં રાજપીપળા શહેરના લોકો ગરમીમાં શેકાયા હતા જોકે વાયરો તૂટ્યા બાદ વીજ કંપનીના ફરિયાદ સેન્ટર નો લેન્ડલાઈન ફોન અને મોબાઈલ ફોન સતત વ્યસ્ત રહેતા લોકો શું થયું અને ક્યારે લાઈટ આવશે એ જાણવા ઉત્સુક  થયા ત્યારે બપોરે ત્રણ વાગે ફરી વીજ પુરવઠો ચાલુ થતા ગરમીમાં લોકોએ રાહત મેળવી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY