ચોરીમાં પણ ઉંમર..!,૧.૨૧ કરોડની ઉચાપતમાં જૂનિયરને મળ્યા માત્ર ૭.૫૦ લાખ!!

0
7

સુરત,તા.૧૪
બેન્કમાં કેશ લોડિંગનો કોન્ટ્રાકટ લેતી સીએમએસ ઈન્ફો કંપનીના સાથે રૂ. ૧.૨૧ કરોડની ઉચાપત કરનાર કર્મચારીની ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા ૭.૫૦ લાખ કબજે લીધા છે.
ભટાર રોડ ઉમાભવન પાસે સીએમએસ ઈન્ફો, સિસ્ટમ લિમિટેડ કંપની કંપની પાસે વિવિધ બેન્કના એટીએમમાં કેશ લોડિંગનો કોન્ટ્રાકટ છે. દરમિયાન કંપનીના અંકિત હિતેન્દ્ર સિંગ, નીતિન રાજમલ કુમાવતે એક વર્ષના સમયગાળામાં કંપની દ્વારા બેન્કના એટીએમમાં મુકેલ રૂપિયા તથા કેશ લોડ કરવા માટે આપેલા રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૨૧,૭૭,૭૦૦ કંપનીમાં જમા નહીં કરાવી ઉચાપત કરી હતી.
બનાવ અંગે કંપનીના મેનેજરની ફરિયાદ લઈ ખટોદરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે અંકિત હિતેન્દ્રસિંગ રાજપુતને અઠવાલાઈન્સ ઈન્ડોર સ્ટેડિયમ પાસેથી ઝડપી પાડી તેની પાસેથી મોબાઈ અને રોકડા ૬,૫૨,૨૦૦ કબજે કર્યા હતા. અંકિતે કબૂલાત કરી હતી કે તેના ભાગે ૭,૫૦,૦૦૦ આવ્યા હતા જયારે બાકીના નીતિન લઈ નાસી ગયો હતો અને ત્યારબાદ તેનો કોઈ સંપર્ક નથી.
મૂળ યુપીના ૨૧ વર્ષના જુનિયર કર્મચારી પાસેથી જે રૂપિયા ઝડપાયા તે માત્ર ૬ ટકા છે. જ્યારે તેનો સિનિયર નીતિન ૯૪ ટકા રૂપિયા લઈને નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. ઉચાપતમાં પણ સિનિયર ૯૪ ટકા રકમ લઈને નાસી ગયા બાદ જુનિયરને તે ક્્યાં ગયો તેની ખબર ન હોવાથી વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY