સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 31 ડિસેમ્બર મનાવવા આવેલા પ્રવાસીઓ અને પોલીસ વચ્ચે અંદર જવા મુદ્દે ઘર્ષણ 

0
19

સુરત,અમદાવાદ અને બિહારથી પરિવાર સાથે આવેલા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં જવાની માંગ કરતા હતા ત્યારે પોલિસ અને સુરક્ષા જવાનો એમને સમજાવી રહ્યા હતા,દરમિયાન પ્રવાસીઓનો મિજાજ ગયો અને મામલો બીચકયો હતો.

દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે એવો રાષ્ટ્રીય સ્તરે સરકાર પ્રચાર ન કરતી હોવાથી હાલાકી વેઠવી પડતી હોવાનો પ્રવાસીઓનો આક્ષેપ.

રાજપીપળા:પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.એ બાદ અત્યાર સુધીમાં લગભગ 2 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દર સોમવારે મેન્ટેનન્સ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.હવે આ નિર્ણયની જાણ અમુક વિસ્તારના લોકોને જ હોવાથી અન્ય વિસ્તારના પ્રવાસીઓ સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા કેવડિયા આવી પહોંચતા હોય છે.ત્યારે પ્રવાસીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે બે થી ત્રણ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં અંદર જવા મુદ્દે ઘર્ષણ થયું હોવાના બનાવો બન્યા જ છે.

ત્યારે ગુજરાત રાજ્યના સુરત,અમદાવાદ અને વડોદરા તથા રા્યબહારા બિહારી પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે 31સ્ટ ડીસેમ્બર મનાવવાની ગણતરીએ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી પહોંચ્યા હતા.તેઓ સ્ટેચ્યુના ગેટની બહાર ઉભા હતા અને અંદર જવાની તૈયારી કરતા હતા દરમિયાન પોલીસ અને સુરક્ષા જવાનોએ એમને એમ કહીને રોક્યા કે આજે સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ છે.બાદ પોલીસ અને સુરક્ષા જવાનો પ્રવાસીઓને સસમજાવી રહ્યા હતા ત્યારે અચાનક અમુક પ્રવાસીઓનો મિજાજ ગયો અને તું-તું મેં-મેં ના દૃશ્યો પણ સર્જાયા હતા,રકઝક દરમિયાન એક સમયે તો ઘર્ષણ પણ સર્જતાં રહી ગયું હતું.જોકે અંતે એ પ્રવાસીઓએ વીલા મોઢે ત્યાંથી પરત જવું પડ્યું હતું.

બિહારના પ્રવાસી સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહે છે એની તો અમને ખબર જ નથી.સરકાર અમુક જ વિસ્તારમાં આ બાબતનો પ્રચાર કરે છે.અમારી જાણ મુજબ અગાઉ બે-ત્રણ વખત પણ રાજ્યબહારથી આવેલા પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ધક્કો પડ્યો હતો.સરકારે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવા બાબતનો પ્રચાર કરવો જ પડે,સરકારની ભૂલના કારણે જ આજે અમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એમ જણાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મૉ.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY