વિદેસી તબીબો દ્વારા નર્મદા સુગર ફેકટરી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

0
27

બે દિવસમાં 1500 થી વધુ દર્દીઓનુ નિદાન થયું , અમેરિકાના એનેસ્થેટીક,કાર્ડીઓલોજીસ્ટ,આઈ સર્જન ડોક્ટરોએ સેવા આપી.,નર્મદા કલેક્ટર અને ચેરમેન ઘનશ્યામ પટેલે કેમ્પને ખુલ્લો મુક્યો

રાજપીપળા : નર્મદા સુગર ફેકટરી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતું જેમા એક દિવસમા 800 જેટલા દર્દીઓનુ નિદાન કરાયુ હતુ. જ્યારે બે દિવસમાં 1500 થી વધુ દર્દીઓએ વિવિધ રોગોનું સચોટ નિદાન કરાવ્યું અમેરિકાના એનેસ્થેટીક ડોક્ટર અને નર્મદા સુગર ફેકટરી, રાજશ્રી પોલીફિલના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું આ મેડીકલ કેમ્પને નર્મદા કલેકટર આર એસ નિનામા અને સુગર ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો.જેમાં રાજશ્રી પોલીફિલના આધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને દીઓ સારાર માટે જવા ભાગ્યા નિદાન કરવતા નથી અને જવા આવવા માટે કેટલાક ગરિબ પરીવારો પાસે ભાડુ પણ હોતુ નથી ત્યારે જો કોઇ તેમની પાસે આરોગ્ય સેવા લઈને પહોચે ત્યારે તેઓ નિદાન કરાવતા હોય છે. જેથી અમેરિકાના લોસએંજલસ શહેરમા રહેતા ડો.નિતિન શાહ સહીત તેમની ટીમ ધારીખેડા સુગર ફેક્ટરી અને રાજેશ્રી પોલીફિલે સાથે મળી આ મેગા મેડિકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે કર્યું હતું જેમા આજુબાજુના 50થી વધુ ગામોના લોકો, ખેડુતો અને મજુરોને તજજ્ઞ તબીબો દ્વારા આંખ,નાક,ગળા,ચામડી, હદય,બાળ રોગ, સ્ત્રી રોગ, સહિતના અન્ય રોગોનો પણ ઉપચાર કરવામાં આવ્યો હતો. અને લોકોને મફત નિદાન કરી દાવાઓ પણ મફત આપવામાં આવી હતી.

આ સર્વ રોગ નિદાન કેમ્પ નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ જિલ્લા કલેકટર આર.એસ.નિનામા સહીત એમ.ડી.નરેન્દ્ર પટેલ અન્ય ડિરેક્ટરો,રાજશ્રી પોલીફિલ્સના એક્ઝિ. પ્રેસિડન્ટ એસ.એલ.સારદા, સિ.જનરલ મેનેજર સંજય અગ્રવાલ, સાથે અમેરિકાના ડો.નીતિન શાહ, પ્રકાસ શાહ, ડો.અજયસીહ ઠાકોર, સહીત ભરૂચ,અંકલેશ્વર, રાજપીપળા,અને વડોદરાના તબીબોએ નિદાન કર્યું હતું બે દિવસના આ કેમ્પ માં 1500 થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

બોક્ષ : ફક્ત સુગરના સાહેબો અને જિલ્લાના અધિકારીની વાહવાહીમાં લાગેલો સુગરનો સ્ટાફ આવા મોટા કાર્યક્રમો કે સુગરની પ્રગતિમાં પત્રકારોને જાણ ન કરી જાતેજ ફોટા પાડી કાર્યક્રમના મુખ્ય વિષયના બદલે સાહેબોનાંજ ફોટા આપવા ટેવાયેલા હોય એમ લાગે છે ત્યારે આજના આ કેમ્પમાં પણ અધિકારીઓના ગ્રુપ ફોટા આપી વાહવાહી કરતા જોવા મળ્યા અને ડોક્ટર દર્દીને તપાસતા હોય એવા ફોટા માંગવા પડ્યા હતા.તો આવા કેમ્પ કે અન્ય સેવાકીય કાર્યક્રમો શું સાહેબોની નામના માટે રખાય છે…? કેમ અગાઉથી પત્રકારોને જાણ કરાતી નથી…? એવી વાત સામે આવી હતી ત્યારે સુગર ચેરમેન ઘનસ્યામભાઇ આ બાબતે ધ્યાન આપશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY