વડોદરા,તા.૩
જીએસટી દ્વારા સેન્ટ્રલ ગુજરાત ટેક્સ બાર એસોસિયેશન અને બરોડા ટેક્સ બાર એસોસિએશને અગાઉ જે ૧૩ માગણીઓ રજૂ કરી હતી. તેમાં પાંચ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને બાકીની આઠ માગણીઓ અંગે હવે પછી નિર્ણય લેવાશે. તેમ જાણવા મળ્યું છે. જે પાંચ માગણીઓ સ્વીકારી છે. તેમાં જીએસટી પત્રકમાં લાગતી લેટ ફી માફ કરવાનો પણ સમાવેશ થાય છે.
જા કે આનો ફાયદો ડિફોલ્ટરોને થશે એટલે કે જેણે જુલાઈ ૨૦૧૭ રિટર્ન ભર્યું નથી. તેને લેટ ફી ભરવામાં માફી મળશે પણ જેણે ટેકનિકલ કારણોસર પત્રક ભરવામાં વિલંબ થયો છે અને લેટ ફી ભરી દીધી છે તેને પણ લાભ મળવો જાઇએ. જુલાઈ ૨૦૧૮માં અમદાવાદ ખાતે ૨૬ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશના ૨૧૭ વ્યવસાયકારો જીએસટી મુદ્દે એક થયા હતા અને રજૂઆતોમાં સમાંતર રહે તે માટે નેશનલ કમિટી રચી હતી જેણે ગયા નવેમ્બર મહિનામાં ભારતના દરેક પ્રદેશથી જીએસટી કાયદામાં સુધારા માટે એક સરખી રજૂઆતો કરી હતી.
વડોદરાના ભાસ્કર પટેલ કે જેઓ નેશનલ એક્શન કમિટીના ગુજરાત ખાતેના કોર્ડીનેટર છે તેમણે પણ એસોસિએશન વતી રજૂઆત કરી હતી કુલ ૧૩ માગણીઓ હતી તેમાંથી પાંચ સ્વીકારવામાં આવી છે ખાસ તો જીએસટી પત્રકમાં લાગતી લેટ ફી માફ કરવી ૨૦૧૭-૧૮ની બાકી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ૩૧ માર્ચ સુધી માગવાની છૂટ આપવી જીએસટી રિફંડ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ વાર્ષિક પત્રકો અને રીકન્સીલેશન સ્ટેટમેન્ટ એટલે કે ફોર્મ દાખલ કરવાની મુદત ૩૦ જૂન કરવી અને જે વેપારીઓનું માઈગ્રેશન બાકી હોય તેને ફરી તક આપવાનો સમાવેશ થાય છે. બાકીની આઠ માગણીઓ અંગે એસોસીએશન ફરીવાર તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



