હળવદમાં વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ (ઓપરેશન સુવિધા સાથે) અને સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ ખૂબ જ સારી રીતે યોજાયો

0
25

પ.પૂજ્ય શ્રી રણછોડદાશજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ , ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર , સમસ્ત હળવદ યુવા ગ્રુપ અને દવે પરિવાર ના સંયુક્ત ઉપક્રમે સ્વ.પ્રમોદભાઈ કેશવજીભાઈ દવે ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે કાર્યક્રમ નું આયોજન કર્યું હતું

શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ માં કુલ 438 દર્દીઓ એ આંખ ની તપાસ કરાવી જેમાંથી 124 લોકો ને આંખ ના મોતિયા નું નિદાન થયું અને તેમાંથી 101 દર્દીઓ ને વિનામૂલ્યે રાજકોટ શ્રી રણછોડદશજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે ટ્રસ્ટ ની બસ માં ઓપરેશન કરવા માટે લઇ જવા માં આવ્યા હતા જેમાંથી 61 ભાઈઓ અને 40 મહિલા દર્દીઓ હતા

સાથે સાથે સ્વૈચ્છીક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ ના યુવાનો મહિલાઓ એ સ્વૈચ્છીક રીતે રક્તદાન કર્યું આ કેમ્પ માં 117 બ્લડ ની બોટલ એકત્ર કરવા માં આવી જે સિવિલ હોસ્પિટલ કિડની વિભાગ માં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે

આ સેવાકાર્ય માં પ.પૂ રણછોડદાશજી બાપુ હોસ્પિટલ , ભારત સેવક સમાજ , શ્રી સરસ્વતી શિશુમંદિર અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ તેમજ દવે પરિવાર ના સભ્યો એ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્ય માં સહભાગી થનાર હળવદ સર્વે નાગરિકો નો દવે પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો
મયુર રાવલ હળવદ
૯૯૦૯૪૫૮૫૫૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY