રાજપીપલામાં સગીરાની છેડતી કરતા રોમિયોને નિર્ભયા સ્કોર્ડએ રંગેહાથ ઝડપી લીધો 

0
45

ઘણી આજીજી કરતા પોલીસે માફી પત્ર લખાવી વોર્નિગ આપી જતો કર્યો

રાજપીપળા : નર્મદા જીલ્લો અતિપછાત જિલ્લો છે અને રાજપીપળા શહેરમાં અનેક નાના ગામડાઓમાંથી વિધાર્થિનીઓ શાળામાં ભણવા આવે છે. ત્યારે આ વિધાર્થીનીઓની છેડતીના બનાવો વધતા નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા એક નિર્ભયા સ્કવોર્ડ બનાવવા આવી છે. જેમાં મહિલા પોલિસને ખાસ ટ્રેનિંગ આપી રાજપીપળા શહેરની શાળા અને કોલેજોમાં સતત મોનીટરીંગ કરતી રહે છે અને અત્યાર સુધીમાં અનેક મજનુને પકડી આ સ્કવોર્ડ ટીમે ઉમદા કામગીરી કરી છે. ત્યારે ગતરોજ પણ નિર્ભયા સ્કવોર્ડના પીએસ આઈ કે.કે.પાઠક, એસ.ડી.પટેલ સહીત સમગ્ર ટીમ વિવિધ સ્થળો પર ચેકીંગ કરતી હતી ત્યારે રાજપીપળાની એક શાળાએ જતી સગીર વયની વિદ્યાર્થીનીની છેડતી કરનારને નર્મદા પોલીસની નિર્ભયા સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો હતો

રાજપીપળા લાલટાવર પાસે આવેલ એક શાળાની નજીક વિદ્યાર્થીનીની છેડતી કરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ યુવક સગીરા પાસે છેડતી કરી અવારનવાર અનૈતિક માંગણી કરી જાહેર રોડ પર છેડતી કરતો હતો.જેથી સગીરાના વાલીઓએ નિર્ભયા સ્કવોર્ડને ફરિયાદ કરતા છેડતી કરનાર આ સતીષ વસાવા નામના યુવાનને નિર્ભયા ટીમે વોચ રાખી પકડી પાડ્યો હતો અને જાહેર સ્થળ પરજ આ યુવાન ફરી કોઈ આવો ગુનો ન કરે એ માટે જાહેરમાં ઉઠબેસ કરાવી સબક સીખવાડ્યો હતો હાલ આ યુવાનને રાજપીપલા પોલીસ સ્ટેશન લઈ જઇ તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરતા યુવાન દ્વારા આજીજી કરતા યુવાનનું ભાવી ના બગડે એ માટે તેની પાસે માફી પત્ર લખાવી છોડી મુકવામાં આવ્યો હતો.

આ બાબતે નિર્ભય સ્કવોર્ડ નર્મદાના પીએસઆઇ કે કે પાઠકે જણાવ્યું હતું કે આ યુવાન વિધાર્થીનીને કેટલાક દિવસોથી હેરાન કરતો હતો અને છેડતી પણ કરતો હતો જેથી વિદ્યાર્થિનીએ શાળાના આચાર્ય અને તેના વાલીને પણ ફરિયાદ કરી હતી આ બંને દ્વારા નિર્ભયા સ્કોર્ડને ફરિયાદ મળતા આજે આ યુવાન પર વોચ રાખી લાલટાવર પાસે છેડતી કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY