છેલ્લા ચાર-પાંચ માસથી નર્મદા જીલ્લાના વ્યાજભી ભાવના દુકાનદરોને મળતો ઘઉં,ચોખા,ખાંડ,તેલ સહિતનો જથ્થો અનિયમિત મળે છે.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં છેલ્લા ચારેક મહિનાથી વ્યાજબી ભાવની દુકાન ચાલવતા દુકાનદારોને મળતો જથ્થો મોડો મળતા આ બાબતે સ્થાનિક અધિકારીઓ સહીત છેક ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી છે
નર્મદામાં વ્યાજબી ભાવની દુકાન ધરાવતા વેપારીઓ એ જિલ્લા પુરવઠા અધિકારી સહીત ગાંધીનગર સુધી રજુઆત કરી જણાવ્યું છેકે દુકાનદારોને મળતા ઘઉં ,ચોખા,ખાંડ,તેલ,મીઠુ વિગેરે નાગરીક પુરવઠા નિગમના ગોડાઉનો ઉપરથી આપવામાં આવે છે પરંતુ આ જથ્થો છેલ્લા ચાર-ાંચ માસી વેપારીઓને નીયમીત મળતો નથી આ અંગેની રજુઆત અવારનવાર સ્થાનિક નિગમની કચેરી તથા તમામ કચેરીમાં મૌખીક કરવામાં આવેલ તેમજ નિગમના ડીએસએમને પણ અવારનવાર સુચન કરવામાં આવેલ તેમ છતા નિગમના ગોડાઉનોમાં સમયસર જથ્થો ન આવવાથી વ્યાજબી ભાવના દુકાનદરો તેમજ રેશંકાર્ડધારોકો ખૂબજ મુશ્કેલી વેઠી રહીયા છે.વ્યાજબી ભાવના દુકાનદરોને અનિયમીત ો ગોડાઉન ઉપરથી મળવાના કારણે સરકારની સુચના અનુસાર મહીનાની પેહલી તારીખથી જ ગીબ રેશનકાર્ડ ધારોકોને અનાજ આપવાનો હુકમ કરવાં આવેલ ે.જેની અમલવારી દુકાનદારોને નિગના ગોડાઉનો માંથી સમયસર જથ્થો ન મળવાના કારણે કરી શકતા નથી. આ પરિસ્થીતીના કરણે રેશનકાર્ડ ધારકો દુકાનદારો પાસે પહેલી તારીખથીજ તેની મળતી ચીજ વસ્તુઓ માટે દુકાને આવતા હોઈ પરંતુ દુકાનદારોને સરકારી નિગમના ગોડાઉનોથી સમયસર જથ્થો ન મળતો હોવાથી રેશનકાર્ડ ધારકો અને દુકાનદરો વચ્ચે બોલા ચાલી અને ઘર્ષણોના બનાવો પણ બને છે .
દુકાનદરોને રેશનકાર્ડ ધારકો તથા જેતે વિસ્તારના સામાજીક કાર્યકરો ફરીયાદો પણ કરે છે.જેનો ભોગ ખોટી રીતે વ્યાજબી દુકાનદારોને બનવુ પડે છે.માટે આ જથ્થો નીયમીત મળી રહે તો કકાનદારો રેશનકાર્ડ ધારકોને નિયમીત આપવા રજુઆત કરાઈ છે
બોક્ષ : સાથે આ રજુઆતમાં લેખિત ચીમકી પણ આપી છેકે જો દુકાનદરોને સમયમર સરકારી નિગમ ગોડાઉનોમાંથી નિયમીત જય્થો નહી મળેતો ના છુટકે રેશનકાર્ડ ધારકોના હિતમાં દુકાનદરીએ પોતાની દુકાનો બંધ રાખી સરકારી નિગમના દરેક તાલુકાના ગોડાઉનો ઉપર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેની તમામ જવાબદારી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમની રેહંશે એમ નર્મદા ફેર પ્રાઈઝ એસોસિયેશનના પ્રમુખ એન આર શેખ સહીત તમામ સભ્યો દ્વારા આ લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



