વાલિયાના દોડવાડા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના દોડવાડા ગામ રહેતા મોહનભાઈ ચિમનભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે જ્યાં છેલ્લા ચાર-પાચ દિવસ પહેલા કોઈ અજાણ્યો યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેઓએ આ અંગે વાલિયા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી બનાવ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં અજાણ્યા યુવાનનું બીમારીને પગલે મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




