નર્મદામાં ઠંડીનું મોજું ફરી વળતા કેળાનાં પાકને વ્યાપક નુકસાન

0
17

પહેલા સિગાટોકા નામનો રોગ ફેલાયા બાદ હવે હિમ પડતા ખેડૂતોને આર્થિક ફટકો

જિલ્લામાં આ વર્ષે કેળાનું 20,583 એકર ( 2,46,99,600 છોડ )નું વાવેતર છે

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં માફક જમીન અને અનુકૂળ આબોહવાને કારણે કેળાની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય ે.જિલ્લાાં આ વર્ષે કેળાનું 20,583 એકર ( 2,46,99,600 છોડ )નું વાવેતર છે અને સારી ક્વોલિટીના કેળા ઉત્પાદન થતા હોય આ કેળાની છેક વિદેશ સુધી નિકાસ પણ થાય છે. ત્યારે હાલ લગભગ 73% કેળાના પાકમાં હીમની અસર દેખાતા કેળા પકવતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે ખેડૂતોને આ સીઝનમાં પ્રથમ સિગાટોકા અને હવે હીમ ( કાતીલ ઠંડી ) પડવાને કારણે ઉત્પાદન ક્ષમતા ઓછી થશે તો ગુણવત્તા પર અસર પડશે બીજીબાજુ સામે સેન્દ્રીય ખાતરનો ખર્ચ વધ્યો છે.જેના કારણે ધરતીપુત્રો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આમ અચાનક એક બાદ એક કુદરતનો માર કઈ રીતે ખેડૂતો સહન કરશે અને નર્મદાના ખેડૂતોને આ હાલત માંથી હવે એમને કોણ બહાર લાવશે એ કહેવું મુશ્કેલ છે.

ખાસ કરીને સિગાટૉકા અને હીમ પડવાથી વધારે નુકસાન ત્યાં થયું છે,જ્યાં કેનાલના પાણીનો ઉપયોગ કરાય છે.કેનાલનું પાણી સંગ્રહિત થયેલું અને વરસાદી પાણી હોય છે જેના કારણે પાણી પ્રમાણમાં ઠંડુ હોય છે.અને બોરવેલનું પાણી પ્રમાણમાં સામાન્ય પાણી કરતા થોડું હૂંફાળું હોય છે.જેથી જ્યાં કેનાલના પાણીથી ખેતી થાય છે ત્યાં આ હીમ થી થયેલ નુકસાન વ્યાપક છે.

બોક્ષ: એમોનિયમ સલ્ફેટ અને પોટાશ ખાતરનો ઉપયોગ કરવાથી નુકસાની ઓછી કરી શકાય: સંદીપ પટેલ,(કેળ પાક વિષેશજ્ઞ)

નાંદોદ જિલ્લામાં કેળાની ખેતીમાં સલાહકાર તરીકે સેવા આપતા સને કૃષિ યુનિવર્સિટીનાં ડીગ્રી ધારક સંદીપ પટેલે જણાવ્યું હતું કે,હીમ પડવાથી થતી વિપરીત અસરો વિશે માહિતી આપી હતી,ઠંડીના સમયમાં કેળમાં પાણી આપવાને કારણે ભેજનું પ્રમાણ વધે છે અને કેળના મૂળ ખોરાક બનાવી શકતા નથી અને બીજી બાજુ કેળાના પાનમાં રહેલા છિદ્રો ઝાકલને કારણે પુરાઈ જાય છે અને પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા ધીરી પડતા જ પાકનો ગ્રોથ 3 મહિના સુધી મોડો થયો અને ગુણવત્તા પર પણ અસર પડે છે.તો હીમ ની અસરોથી પાક બચાવવા અને પાકસુધારણા માટે બોરવેલના પાણીથી સિંચાઈ કરવી આવશ્યક છે અને તે પણ ડ્રિપ ઇરીગેશનથી નહીં પણ છુટ્ટુ પાણી આપવું જોઈએ.તો એમોનિયમ સલ્ફેટ અને પોટાશ ખાતરનો ઉપયોગ કરવાથી નુકસાની ઓછી કરી શકાય.

બોક્ષ: ખેડૂતો હવે આવતા વર્ષે કેળાની ખેતી કરતા વિચાર કરશે:નરેન્દ્રભાઈ પટેલ – (વાવડી ગામ ખેડૂત )

કેળાના વાવેતરના 4 મહિના બાદ કેળા લાગવાનું શરૂ થાય છે.જેને નિંગલ પ્રક્રિયા કહેવાય છે.પણ સિકાટોકા બાદ આમ પણ આ નિંગલની પ્રક્રિયા ધીમી પડી છે.અને હવે નિંગલ છેક આઠ-આઠ મહિને થઈ રહ્યું છે.જેને કારણે વજનમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે.પહેલા સામાન્ય કેળનો એક લૂમ 30 કિલોગ્રામનો હોય છે,અને વધુ સારી માવજત હોય તો 35 કિલોગ્રામ સુધીની લુમ નીકળે છે.પરંતુ એક બાદ એક કુદરતી મુસીબતને કારણે હવે માંડ 15 – 17 કિલોગ્રામ નું વજન થાય છે.પોતાનો મહામુલો પાક બચાવવા માટે ખેડૂત બે ઘણો ખર્ચ કરતા અચકાતો નથી.આમ છેલ્લે ખોટ અને માત્ર ખોટ સહન કરવાનો વારો આવે છે.તો ખેડૂતોને પડેલી હાડમારીઓ બાદ હવે આવતા વર્ષે કેળાની ખેતી કરશે કે કેમ તેના પર દ્રઢ નિર્ણય કરશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY