એનડીએ સરકારના શાસનમાં સીબીઆઈની સત્યનિષ્ઠાનું સ્તર નીચે ગયુ
પુડ્ડુચેરી,તા.૩૦
કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બ્યૂરો આૅફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નો દુરુપયોગ કરી રહી હોવાનો આક્ષેપ પુડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસામીએ કર્યો હતો.
યુપીએના શાસનકાળ દરમિયાન સ્વતંત્ર રીતે કામ કરતી સીબીઆઈની કામગીરીમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરવામાં ન આવતી હોવાનો તેમણે દાવો કર્યો હતો. યુપીએ સરકારમાં વડા પ્રધાનના કાર્યાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન રહેલા નારાયણસામીએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે હાલની એનડીએ સરકારના શાસનકાળ દરમિયાન સીબીઆઈની સત્યનિષ્ઠાનું સ્તર નીચે ગયું છે. આ મુદ્દે હું વધુ કશું કહેવા નથી માગતો, એમ તેમણે કહ્યું હતું.
દરમિયાન, તેમણે કહ્યું હતું કે ગરીબીની રેખા નીચે રહેતા પરિવારોમાં જ પોંગલની ભેટનું વિતરણ કરવાની લે. ગવર્નર કિરણ બેદીની દલીલને અમારી સરકાર નથી સ્વીકારતી. તમિળનાડુની સરકાર પોંગલની ભેટનું તમામ પરિવારોમાં વિતરણ કરતી હતી અને અમે ગરીબીની રેખા નીચે કે તેની ઉપર રહેતા લોકો વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના અગાઉની જેમ જ તમામ વર્ગના લોકોમાં પોંગલની ભેટનું વિતરણ કરવા માગીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



