કેવડીયામાં હરિયાણા ભવનનો વિરોધ:ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

0
31

ભૂમિપૂજન દરમિયાન ગ્રામજનોનો જબરજસ્ત વિરોધ, પત્થરમારો કરતા મામલો બિચક્યો પોલિસે કર્યો બળપ્રયોગ વિરોધ કરનાર ને ડિટેન કરાયા

પોલીસ પર ગ્રામજનોનો પથ્થરમારો:પથ્થરમારામા રાજપીપળા પીએસઆઇ હિંમત ભરવાડ ઘાયલ.

પોલીસે 50 થી વધુ ગ્રામજનોને ડિટેન કર્યા,ખટ્ટર હરિયાણા ભવનનું ભૂમિપૂજન કરવા આવ્યા એવામાંજ ગ્રામજનો રજુઆત માટે ત્યાં આવી પહોંચ્યા,અફરતફરીના માહોલ વચ્ચે ખટ્ટર હરિયાણા ભવનનું ભૂમિપૂજન કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાખાતે પહોંચ્યા.

રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી છે.ત્યારથી સ્થાનિક આગેવાનો વિરોધ કરતા આવ્યા છે.હાલ સરકાર કેવડિયા ગામની જમીન પર હરિયાણા ભવન બનવવા જઈ રહી છે.જેનું શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ખાતમુહૂર્ત પણ કર્યું હતું.હવે ખાતમુહૂર્ત પેહલા જ જમીન માપણી માટે આવેલા અધિકારીઓને ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.શનિવારે મનોહરલાલ ખટ્ટર કેવડિયા ખાતે ખાતમુહૂર્ત કરવાના હતા એ દરમિયાન વિરોધ ન થાય એ માટે કેવડીયામાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.

મનોહરલાલ ખટ્ટર કેવડિયા લીમડી હેલિપેડ પરથી સીધા જ હરિયાણા ભવનના ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા.ગ્રામજનો પોતાની રજુઆત માટે ખટ્ટર પાસે આવવા આગળ વધ્યા એવું તુરંત પોલીસે એમને કોર્ડન કરી ખટ્ટર પાસે જતા રોક્યા હતા.વિરોધની ભીતિને લઈ મનોહરલાલ ખટ્ટર ફટાફટ ખાતમુહૂર્ત આટોપી ત્યાંથી નીકળી ગયા હતા.કેવડિયા પોલીસ દ્વારા વિરોધ કરતા 50 થી 100 જેટલા ગ્રામજનોને ડિટેન કર્યા હતા.જેથી ખાતમુહૂર્તનો અને ગ્રામજનોને ડિટેન કર્યા એના વિરોધમાં ગ્રામજનોનું અન્ય એક ટોળું રેવા ભવન પાસે રોડ પર ઉતરી આવ્યું હતું,અને રસ્તારોકો-વાહનરોકો આંદોલન ચાલુ કર્યું હતું.એવામાં જ સામેથી ગ્રામજનોએ પથ્થરમારો ચાલુ કર્યો હતો.ગ્રામજનોના આ પથ્થરમારામાં રાજપીપળાના પીએસઆઇ હિંમત ભરવાડ અને એક પો.કો ને ગંભીર ઇજાઓ પણ થઈ હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY