દિલ્હીમાં વડાપ્રધાન મોદી-શાહે રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ધાટન કર્યુ
અમે એક સપ્તાહમાં બે ઐતિહાસિક નિર્ણય લીધા,અટલ-આડવાણીએ ભાજપ માટે સંઘર્ષ કર્યો, એવું ભાગ્યેજ કયારેક થયું હશે,સ્વામી વિવેકાનંદે જેવી કલ્પના કરી હતી, એવું ભારત બનાવીશું,કેરળ સુધી ભગવો લહેરાવીશું
ન્યુ દિલ્હી,તા.૧૧
દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, સિનિયર નેતા મુરલી મનોહર જાશી અને લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક નેતા ઉપસ્થિત છે.
અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે, અમે ઘોષણા પત્રમાં રામ મંદિર માટે વાયદો કર્યો. ભાજપ ઈચ્છે છે કે તે સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે વહેલામાં વહેલી તકે સુનાવણી પૂરી થાય. અમે કહ્યું છે કે બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ થશે. પરંતુ કોંગ્રેસ તેમાં અડચણ ઊભા કરી રહી છે.
પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, અમે એક સપ્તાહમાં બે ઐતિહાસિક નિર્ણય લીધા. ગરીબોને ૧૦ ટકા અનામતનો નિર્ણય ખૂબ જ ઐતિહાસિક છે. અનામત બિલથી યુવાનોનું સપનું પૂરું થશે. ભાજપની મોદી સરકારે વર્ષોથી ચાલી આવતી માંગ અનામત બિલના બંને ગૃહોમાં પાસ કરાવીને કરોડો યુવાઓનું સપનું સાકાર કર્યું છે.
શાહે કહ્યું કે, સમગ્ર દુનિયામાં પીએમ મોદી જેટલા લોકપ્રિય નેતા બીજા કોઈ નથી. ચૂંટણીમાં આપણી જીત સુનિશ્ચિત છે. દેશની જનતા પીએમ મોદીની પાછળ ખડકની જેમ ઊભી છે.
શાહે વધુમાં કહ્યું કે, જીએસટી લાગુ થયા બાદથી દરેક જીએસટી બેઠકમાં એક પછી એક વસ્તુઓના ભાવ ઓછા કરવા અને જીએસટીના સરળીકરણ માટે અમે હંમેશા કામ કર્યું છે.
ઉ.પ્રમાં સપા-બસપા ગઠબંધનને લઈને શાહે કહ્યું કે એક બીજાને મોઢું ન બતાવનાર આજે હારના ડરથી એક સાથે આવી ગયા છે, તેઓ જાણે છે કે મોદીને એકલા હાથે હરાવો મુશ્કેલ છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે રાજયમાં ૫૦ ટકાની લડાઈ છે. ભાજપ ઉ.પ્રમાં ૭૩માંથી ૭૨ સીટો નહીં લાવે, પરંતુ તે ૭૪ થઈ શકે છે.
અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, “જામીન પર છૂટેલા લોકોના આરોપોથી કોઈ ફરક પડતો નથી. રાહુલ ભલે આરોપ લગાવતા રહે, દેશની પ્રજા બધું જ જાણે છે. ૨૦૧૯ની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે. બે વિચારધારાઓ સામ-સામે ઊભી છે.” તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે ૬૦-૬૦ વર્ષ સુધી દેશ પર રાજ કર્યું છે, પરંતુ પ્રજા માટે કંઈ જ કામ કર્યું નથી.
શાહે જણાવ્યું કે, એ લોકો મહાગઠબંધનની વાતો કરી રહ્યા છે. શું છે મહાગઠબંધન? તેઓ એક બીજાની આંખમાં આખ મિલાવીને પણ જાઈ શક્તા નથી અને હાથ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે જાણો છો શા માટે? તેઓ પીએમ મોદી દ્વારા કરવામાં આવતું સારું કામ સહન કરી શકતા નથી અને તેમને હરાવા માગે છે. તેમનો આ એકમાત્ર એજન્ડા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




