ટીડીઓ,કલેક્ટર સુધી રજુઆત કરવા છતાં કોઈજ પગલાં નથી લેવાયા ની વાત
અગાઉ તિલકવાડા તાલુકામાં એક લાભાર્થીમાં ગોટાળો બહાર આવ્યા બાદ હાલ સાગબારાના સેલંબા ગ્રામપંચાયત માં એક મહિલા લાભાર્થી ને અન્યાય થયાની બૂમ હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે રૂપિયા ચાઉં કરતા તત્વો સામે કોણ તપાસ કરશે
સેલંબા ગ્રામ પંચાયતમાંથી ફાતમાબેન મકરાણીનું આવાસ મંજુર થયું પરંતુ એ બીજાને આપી દેવાયુંની ફરિયાદ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા લગભગ બે વર્ષ થી આ યોજના ચાલી રહી છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત હસ્તક મોટા ગોટાળા થતા હોવાની વારંવાર ફરિયાદ સામે આવી છે જયારે રાજપીપળા શહેરમાં નગરપાલિકા હસ્તક અત્યાર સુધી કુલ 152 લાભાર્થીઓના આવાસ મંજુર થા તેમના હપ્તા પણ આવતા થયા પરંતુ રામ્ય કક્ષાએ પંચાયત હસ્તક ચાલતી આ યોજામાં નર્મદા જિલ્લામાં મોટા ગોટાળા થઈ રહ્યાની વારંવાર બૂમ ઉઠે છે ત્યારે સરકાર ક્યારે તપાસ કરી પગલાં લેશે એ સવાલ હાલ અટવાયેલા લોકોને મૂંજવી રહ્યો છે.સાગબારાા સેલંબા ગ્રામપંચાયત હસ્તક ફાતમાબેન મકરાણીનું પ્રધાનમંત્રી આવાસ મંજુર થયું છે. પરંતુ તે આવાસ ગ્રામ પંચાયત સેલંબાના કેટલાક ભ્રષ્ટ તત્વો દ્વારા અન્ય વ્યક્તિ ને આપી રોકડી થઈ હોવાની વાત સામે આવી છે અને એ બાબતે ફાતમાબેને લેખિત રજુઆત પણ કરી છે.છતાં ઉચ્ચ અધિકારીઓ પણ મૌન સેવી બેઠા છે.
બોક્ષ : ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરતા એક બીજા ને ખો આપે છે : ફાતમાબેન મકરાણી
ફાતમાબેને જણાવ્યું કે મારુ 2018 ની યાદીમાં નામ હતું જેમાં મારુ આવાસ મંજુર થયું હતું પરંતુ મારુ ંજુર થેલું આવાસ બીજા વ્યક્તિને અપાયું છે તે વ્યક્તિને અગાઉ પણ આવાસનો લાભ મળી ચુક્યો છે.ગ્રામપંચાયત સેલંબા દ્વારા પાકાં મકાનો ધરાવતા માલેતુજાર રહીશોને પણ આ આવાસોનો ત્રણ થી ચાર વખત લાભ અપાયો છે. ગરીબોના નામે આવાસો આવે છે તેમાં લાભાર્થીને આવાસ દીઠ 1.20 લાખ રૂપિયા હપ્તે મળે છે પરંતુ આ આવાસો ગરીબોના નામે પાસ કરાવી અન્ય ને આપી ત્રીસ હજાર રૂપિયા અમુક મળતીયાઓ ખિસ્સામાં મૂકી દેતા મારા જેવા ગરીબ અને જરૂરિયાતમંદ અટવાઈ પડે છે ત્યારે આ બાબતે અમે ટીડીઓ બાદ કલેક્ટર સુધી રજુઆત કરી છતાં કોઈ પગલાં લેવાયા નથી તો શું આ કૌભાંડમાં મોટા અધિકારીઓની પણ સંડોવણી હશે…?
બોક્ષ: સેલંબા સરપંચ અને તલાટીનો એકજ શૂર ,ફરિયાદ ખોટી છે.
સેલંબાના સરપંચ ગંગારામભાઈ તડવી અને તલાટી જશરામભાઇ નો એકજ શૂર કે અમે આવાસમાં કોઈ ગરબડ કરતા નથી એતો અમુક લોકો ખોટી ફરિયાદ કરે છે બાકી આવાસના મંજુર થયેલા રૂપિયા જેતે લાભાર્થીઓના ખાતામાંજ જમા થાય છે.ત્યારે સવાલ એ થાય છે કે સરપંચ તલાટી સાચા હોય તો ટીડીઓ કક્ષાના અધિકારી કેમ લાભાર્થીઓના સંતોષ માટે તપાસ કરતા નથી…? શું તલાટી સરપંચ ચોખ્ખા છે તો અન્ય અધિકારીની છબી ખરડાયેલી છે…? નર્મદા કલેક્ટર તપાસ કરશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






