ભોરઆંબલી ગ્રામપંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ તરીકે રાજેન્દ્ર વસાવા વિજેતા 

0
38

2018 માં ગ્રામ પંચાયત સુપરસીટ થતા સરકારે પેટા ચૂંટણી કરી જેમાં 8 વોર્ડ માં 5 બિનહરીફ થયા, 3 વોર્ડની ચૂંટણી યોજાઈ 

રાજપીપળા : સાગબારા તાલુકાના ભોરઆંબલી ગામે પેટા ચૂંટણીમાં સરપંચ તરીકે રાજેન્દ્ર વસાવાનો વિજય થતા ગામમાં વિજય સરઘસ નીકળ્યું હતું. યુવા સરપંચને ચૂંટી ગ્રામજનોમાં આનંદની લહેર પ્રસરતા ગ્રામજનો વિજય સરઘસમાં ઝૂમી ઉઠ્યા હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 2015 માં ચૂંટણી થઇ જેમાં સાગબારાના ભોરઆંબલી ગામે પણ ચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ તરીકે રમેશ વસાવા વિજેતા થયા હતા પરંતુ ભોરઆંબલી ગામના સૌથી વધુ સભ્યો છતાં આ ગામમાં વિકાસ કામો નહોતા થતા જેથી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી પંચાયતને સુપરસીટ કરી હતી ત્યાર બાદ વહીવટદાર હસ્તક આ ગ્રામપંચાત રહી સરકાર દ્વારા 20મી જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાઈ, ગ્રામ પંચાયતમાં કુલ 8 વોર્ડ જેમાં 5 વોર્ડ માં બિનહરીફ સભ્યો થયા જયારે સરપંચ અને 3 વોર્ડ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં 1849 મતદારોમાં 1554 મતદારો એ વોટિંગ કર્યું એટલે 84 ટકા વોટિંગ થયું હતું। જેમાં સરપંચ ઉમેદવાર માં રાજેશ વસાવા ને 795 મતો મળ્યા જયારે પ્રદીપ વસાવા ને 737 મતો મળ્યા એટલે રાજેશ વસાવા 58 મતોથી વિજેતા થયા હતા. જયારે વોર્ડ 2 માં શીતલ વસાવાની જીત થઇ, વોર્ડ 3 માં અનિલ વસાવાની જીત થઇ બાકીના બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા સરપંચ અને સભ્યો દ્વારા ગામમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

ચીફ રીપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY