કેળાના વેપારી તેનો પુત્ર અને અન્ય આઠ વ્યક્તિ મળી દસ વ્યક્તિઓએ મારામારી કરી હોવાની ફરિયાદ
કાચા કેળા બહારના વેપારીને વેચવા બાબતે રાજપીપળાના બે વેપારીઓ વચ્ચે બોલાચાલી બાદ એક વેપારીના ઘરે જઈ પરિવાર સાથે બબાલ બાદ પંચથી હુમલો કરી ઇજા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની દસ વિરુદ્ધ ફરિયાદ
રાજપીપળા : રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં કેળાનો પાક વધુ થતો હોય અહીંથી કેળાની ટ્રકો ભરાઈ રાજસ્થાન તરફ વેચાણ અર્થે જતી હોય છે ત્યારે ગતરોજ કેળાના બે વેપારીઓ વચ્ચે ધંધા બાબતે માથાકૂટ થઈ અને ત્યાર બાદ મામલો બિચકતા એક વેપારી એ બીજાના ઘરે જઈ હુમલો કર્યો હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશને નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાના કેળાના વેપારી લાદુરામદેવ દેવનારાયણ સાંવરિયા એ આપેલી ફરિયાદ મુજબ તેમને કાચા કેળાની ટ્રક ભરી જામખંભાળીયા ના વેપારી દિલીપભાઈને ત્યાં મોકલતા રાજપીપળા કાછીયાવાડમાં રહેતા કેળાના અન્ય વેપારી ધનસુખભાઈ કાછીયાએ જામખંભાળીયા નો વેપારી તેમનો ગ્રાહક હોય ત્યાં લાદુરામે માલ મોકલતા એમનો એક વેપારી તુટતા ધંધાની અદાવત રાખી ધનસુખભાઈ એ લાદુરામદેવ સાથે ગાળાગાળી કરી ધાક ધમકી આપી તેમનું ઉપરાણુ લઇ બીજા લોકો સાથે એકસંપ કરી લાદુરામના ઘરે આવી ગાળો બોલી મારામારી કરી દેવનારાયણ સાવરીયાને હાથે પહેરેલ લોખંડના પંચથી ખબે મારી તેમજ લાદુરામને પણ તમાચો મારી તેમના ધરના અન્ય સભ્યો સાથે સાથે જીભાજોડી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કર્યો હોય રાજપીપળા પોલીસે લાદુરામની ફરિયાદ બાદ ધનસુખ દામોદર કાછીયા,મનોજ ધનસુખભાઇકાછીયા,કાછીયાવાડ,રાજપીપળા અને શૈલેષ વસાવા,નરસિફ ટેકરી રાજપીપળા સહીત બીજા અજાણ્યા આઠ માણસો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





