સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લખનૌના વકીલે 1800કિમિ બાઈક સફર ખેડી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો.

0
26

રાજપીપળા :સમગ્ર ભારત દેશમાં અને દેશના જુદા જુદા રાજ્યો સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સાધુ ટેકરી ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.ત્યારે ત્યાં પણ જાગૃત નાગરિકો દ્વારાઅનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશના લખનૌના વ્યવસાયે એડવોકેટ એવા નૃપેન્દ્ર પાંડે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના સાથે 19મી જાન્યુઆરીએ લખનૌથી પોતાની બુલેટ પર તિરંગા યાત્રા લઈ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રજાસત્તાક દીને રાષ્ટ્રધ્વજ લેહેરાવવા નીકળ્યા હતા.1800 કિમીની બાઈક યાત્રા ખેડી 26મી જાન્યુઆરીએ ત્રિરંગા યાત્રા લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.એડવોકેટ નૃપેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે ભૂતકાળની સરકારોએ સરદાર પટેલને ઇતિહાસના પાનમાં દબાવી દીધા હતા,સરદાર પટેલ રાજનીતિના ધ્રુવતારા છે.દેશના યુવાનોમાં રાષ્ટ્રીય ભાવનાની જાગૃતતા આવે એટલે મેં આ ત્રિરંગા યાત્રા કાઢી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY