રાજપીપળાની પરિણીતાને શારીરિક,માનસિક ત્રાસ આપી મુંબઈના સાસરિયાઓએ 25 લાખ દહેજની માંગણી કરતા ફરિયાદ.
પરિણીતાએ પતિના મોબાઈલ અને લેપટોપમાં અન્ય સ્ત્રી સાથે પોતાના પતિને ફોટા જોતા ખુલાસો પૂછ્યો તો પતિએ માર માર્યો અને સસરાએ કહ્યું મારો પુત્ર અન્ય સ્ત્રી સાથે સબંધ રાખે તો તારે શું વાંધો છે?
રાજપીપળા :આજના ફાસ્ટ અને ટેક્નિકલ યુગમાં પણ દહેજનું દૂષણ ઘટવાનું નામ નથી લેતું.રાજપીપળાની પરિણીતા પાસે દહેજની માંગ સાથે સાસરિયાઓએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાએ રાજપીપળા મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ કિસ્સામાં જ્યારે પરિણીતાએ પોતાના પતિના મોબાઈલ અને લેપટોપમાં અન્ય સ્ત્રી સાથે પતિના ફોટા જોઈ લેતા પરિણીતાએ ખુલાસો પૂછ્યું તો પતિએ મારઝૂડ કરી અને સસરાએ પોતાના પુત્રનું ઉપરાણું લઈ વધુ દહેજની માંગ કરી હતી.
આ કિસ્સો મહારાષ્ટ્રના મુંબઈનો છે,રાજપીપળાની એક પરિણીતાના લગ્ન મહારાષ્ટ્રા મુંબઇ ખાતેના સિધ્ધિવિનાયક નીવારા લોઅર પરેલ(વેસ્ટ),સીતારામ જાઘવ માર્ગ ડીલાઇલ રોડ પર રહેતા નીતીન દુર્ગેશ ચૌહાણ સાથે આજથી એક વર્ષ અગાઉ થયા હતા.દરમિયાન પરિણીતા પોતાના પતિ નીતિનના ફોટા અન્ય સ્ત્રી સાથે નિતીનના જ મોબાઈલ અને લેપટોપમાં જોઈ ગઈ હતી.આ મામલે નિતીન પાસે કવિતાએ ખુલાસો માંગ્યો તો નીતિને કવિતાને માર માર્યો અને વખત જતા અમેરિકા જતો રહ્યો.હવે કવિતા આ ફરિયાદ લઈને પોતાના સસરા દુર્ગેશ સાંકલાજી ચૌહાણ,સાસુ સીતા દુર્ગેશ ચૌહાણ અને રીંકુ કૈલાશ પરમાર પાસે ગઈ,ત્યારે સાસુ-સસરાએ પોતાના પુત્રનું ઉપરાણું લઈને કવિતાને એમ કહ્યું કે અમારો પુત્ર અન્ય સ્ત્રી સાથે સબંધ રાખે તો એમા તારું શુ બગડી જવાનું છે.તારા બાપે લગ્ન પેટે જે કંઇ આપ્યું છે તે અમારી હેસિયત મુજબ ખુબજ ઓછુ છે.આ જ કારણે કવિતાનો સાસરિયાઓ વચ્ચે ઝઘડો થતા કવિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.કવિતાના પિતાએ કરિયાવરમાં પંદર તોલા સોનુ અને ત્રણ લાખ રૂપિયા આપેલ હોવા છતા સાસરિયાઓએ બીજા પચ્ચીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી.આ મામલે કવિતાએ પોતાના પતિ સહિત સાસરિયાઓ સામે રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




