ભાજપ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ બિટીપીના આગેવાનાને પાસા હેઠળ જેલમાં ધકેલી ચૂંટણી જીતવાનો કરશો રચ્યો હોવાના આક્ષેપ સાથે ગુજરાતના રાજ્યપાલને સંબોધતુ આવેદનપત્ર આપ્યું.
રાજપીપળા :પીએમ મોદીએ 31મી ઓક્ટોબરે કેવડિયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું.બાદમાં સ્થાનિક આદિવાસીઓએ બિટીપી અને અન્ય આદિવાસી નેતાઓની આગેવાનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટ વિરોધમાં ઉગ્ર આંદોલન કર્યું હતું આ ઉગ્ર આંદોલનની કેન્દ્રીય સ્તરે નોંધ પણ લેવાઈ છે.તો બીજી બાજુ 2019ની લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે જ નર્મદા જિલ્લાના બિટીપી આગેવાન ચૈતર વસાવાને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેતા બિટીપી કાર્યકરોએ રોષ વ્યકત કરી ભાજપ અને જિલ્લા વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો લગાવી ગુજરાતના રાજ્યપાલને સંબોધતુ આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું.નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા,મહેશ વસાવા સહિત મોટી સંખ્યાં બિટીી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આવેદનપત્ર આપતી વેળાએ પોતાની રજુઆતમાં બિટીપી કાર્યકરોએ જણાવ્યું હતું કે બિટીપી આગેવાન ચૈતર વસાવા સમાજને સંવેધાનીક રીતે જાગૃત કરી રહ્યા છે એને રોકવાનો ભાજપનો ઈશારે કારશો રચાયો છે.વર્ષ 2018 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ડેડીયાપાડા કંજાલ બુથનું EVM મશીન રહી ગયું હતું એ EVM મશીન નર્મદા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન બહાદુર વસાવા અને ચૈતર વસાવા રાજપીપળા જમા કરાવવા આવ્યા હતા.એજ દિવસે સાંજે જેતે સમયના નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ એવી ધમકી આપી હતી કે તમે આ બધું મીડિયા સમક્ષ લાવ્યા છો હું તમને જોઈ લઈશ.ખરી હકીકત એવી છે કે ડેડીયાપાડા-સાગબારામાં બિટીપીનું વર્ચસ્વ વધી રહ્યું છે,જેથી સ્થાનિક ભાજપના આગેવાનો,જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અમલદારો દબાણ લાવી ભયનું વાતાવરણ ઉભું કરવા ચોક્કસ હરીફ જૂથના આગેવાનાને પાસા હેઠળ જેલમાં ધકેલી ચૂંટણી જીતવા કારશો રચી રહ્યા છે.તદઉપરાંત આગામી 17મી ફેબ્રુઆરીએ કેવડિયા આદિવાસીઓનું મહાસંમેલન યોજાવાનું છે એને રોકવા ભાજપ દ્વારા આ કાવતરું રચાયું છે.એટલે રાજકીય ઈશારે કિન્નખોરી રાખી ખોટી રીતે ચૈતર વસાવાને કરાયેલા પાસા રદ્દ થવા જોઈએ એવી રજુઆત કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




