ઢાકા,તા.૬
ઝડપી ગોલંદાજ તાસ્કીન અહમદને ઘૂંટીમાં થયેલી ઈજાના કારણે ટીમના ડાક્ટરે રમવાની પરવાનગી ન આપતા આ મહિને ન્યૂ ઝીલેન્ડ ખાતેના પ્રવાસે રમવા જનારી બંગલાદેશની ટીમને ધક્કો પહોંચ્યો છે.
બંગલાદેશ પ્રીમિયર લીગ (બી. પી. એલ.)ની ટ્વેન્ટી-૨૦ સ્પર્ધામાં સીલ્હેટ સિક્સર્સની ટીમ વતી સારો દેખાવ નોંધાવ્યા પછી તાસ્કીનને વન-ડે અને ટેસ્ટ ટીમમાં રમવા પાછો બોલાવવામાં આવ્યો હતો.
તાસ્કીને બી. પી. એલ. સ્પર્ધામાં સૌથી વધુ ૨૨ વિકેટ ઝડપી હતી અને ગયા શુક્રવારે તેને ચિત્તાગોંગની ટીમ સામે રમતા ઈજા થઈ હતી, એમ બંગલાદેશ ક્રિકેટ બાર્ડ (બી. સી. બી.)ના ફિઝિશિયન દેબાશીશ ચૌધરીએ આ સમાચાર સંસ્થાને કહેતા ઉમેયુર્ં હતું કે તેને થયેલી ઈજાના કિસ્સામાં સાજા થવામાં લાંબો સમય લાગતો હોય છે. મુખ્ય સિલેક્ટર મિનહાજુલ અબેડીને કહ્યું
બંગલાદેશની ટીમ ૧૩મી ફેબ્રુઆરીથી ૨૦મી માર્ચ સુધી ન્યૂ ઝીલેન્ડના પ્રવાસમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટેસ્ટ મેચ રમનાર છે.
બંગલાદેશની ટીમે ૨૦૧૭માં છેલ્લી વેળા ન્યૂ ઝીલેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો જ્યારે તે એકેય મેચમાં વિજય મેળવી શકિયું ન હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



