નર્મદા બચાવવા સાધુસંતો અને ભક્તોની આજે રાજપીપળા ખાતે રેલી સફળ : ભાજપના નેતાઓ પણ જોડાયા પણ સરકાર ટસની મસ નહિ

રાજપીપળા : નર્મદા જયંતિના દિને ઠેર ઠેર નર્મદા ઘાટો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને એક ઉત્સવ ની જેમ આ કાર્યક્રમ યોજાતો હોય છે પરંતુ આ વર્ષે નર્મદામાં બિલકુલ પાણી ના હોય પાણીની અછત વચ્ચે ભક્તો અને સાધુ સંતોએ માતાની પૂજા કરવાનો વારો આવ્યો છે ત્યારે એક સાધુ એ નર્મદાની આ દશા જોઈ સરકારને ઢંઢોળવા એક વિશાળ રેલીનું આયોજન કર્યું, જેમાં સ્વયંભૂ લોકો જોડાયા કેમ કે પાણી સંગ્રહ કરવા કરતા પાણીને વહેતુ રાખવા માંગ કરી હતી.
નર્મદા જયંતિના દિવસે માંગરોલના ધનેશ્વર મંદિરના સંત સદાનંદ મહારાજ દ્વારા નર્મદા બચાવ રેલીનું આયોજન કરાવવામાં આવ્યું તેમને પહેલા શાળાઓમાં જઈને બાળકોને પાણીનુંમહત્વ,જરુરીયાત અને ઉત્પત્તિ તમામ બાબતો સમજાવી બાદમાં ધર્મિક લાગણી ેની સાથે જોડાયેલી છે એવી માં નર્મદા ને ખડખડ વહેડાવવા બાબતે પણ સમજૂતી આપી બાદમાં વિધિવત મંજૂરી મેળવી રેલીનું આયોજન કર્યું અને એ સફળ રહ્યું ભલે સરકાર વિરોધી રેલી હોય પણ માં નર્મદા માટે ભાજપના સક્રિય સભ્યો પણ જોડાયા હતા. જેમાં રાજપીપળા કોર્ટ સંકુલ થી સ્ટેશન રોડ પરથી ફરી આ રેલી હરસિધ્ધિ માતા મંદિરે પૂર્ણ કરવામાં આવી જેમાં શાળાઓના બાળકો પણ જોડાયા હતા.
આ બાબતે સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે રેલીની મંજૂરી માટે મને કેટલો દોડાવ્યો આખરે મંજૂરી મળી ત્યારે આ રેલી સફળ થઇ શકી છે કેન્દ્ર અને રાજ્ય સરકારે દરવાજા બેસાડી દીધા અને નર્મદા મૈયાને સુકવી નાખી મૈયા એમને માફ નહિ કરે અને નર્મદા મૈયાને વહેતી રાખવા માટે પાણી છોડવાની વધુ જરૂરિયાત છે. નર્મદા તટે રહેનારા પરિવારો, માછીમારોની આજીવિકા છીનવાઈ ગઈ છે સામે જળચર પ્રાણીઓ પણ મૃતપાય બની ગયા છે ત્યારે આ ઘણું જ ખરાબ થઇ રહ્યું છે, આજે નર્મદા મહોત્સવ ઉજવાય એવી પરિસ્થિતિ નથી ત્યારે સરકારને નર્મદા બંધમાંથી પાણી છોડવા માટે જગાડવા મંગળવારે રેલી કાઢી સરકાર નું ધ્યાન દોરવામાં આવ્યું, હવે સાધુ સંતો આંદોલન કરશે કેમ કે વિકાસના નામે સરકાર સંસ્કુતિનો નાશ કરી રહી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





