ટેન્ટસિટીમાં રોકાયેલા 500 જેવા પ્રવાસીઓનો આબાદ બચાવ દોડધામ,નિગમ,વીજ કંપની સહિતના ફાયર ફાયટરો આગ ઓલવવા દોડ્યા પણ ગોડાઉનનો લાખોનો સરસામાન ખાખ
રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્તિથ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ટેન્ટ સિટીમાં આજે વહેલી સવારે લગભગ ત્રણ વાગે અચાનક આગ લાગતા ટેન્ટસિટી માં રોકાયેલા 500 જેવા પ્રવાસીયોમાં નાસભાગ મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું હતું જોકે ટેન્ટસિટીને અડીને આવેલા ગોડાઉન માં આ આગ લાગી હોય ગોડાઉનનો બધો સામાન આગમાં સ્વાહા થયો હોવાનું પણ જાણવા મળ્યું છે સદનસીબે તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો .
આગની જાણ થતાંજ નર્મદા નિગમ અને વીજ કંપનીના ફાયર ફાયટરો ત્યાં આવી ગયા હતા પરંતુ ગોડાઉનનો સામાન આ આગની લપેટ માં સ્વાહા થઈ ગયો હતો જોકે આગ કયા કારણોસર લાગી એ હાલ જાણી શકાયું નથી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





