કેન્દ્ર સરકાર વકિલોના કલ્યાણ માટે વર્ષે 50 હજાર કરોડ ફાળવે:નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા આવેદન

0
32

રાજપીપળા : નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ કુ.વંદના ભટ્ટની આગેવાની હેઠળ જિલ્લાના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની ઉપસ્થિતિમા નર્મદા જિલ્લા કલેક્ટરને વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે વડાપ્રધાન મોદીને સંબોધતુ એક આવેદન આપવામાં આવ્યું હતું

આવેદનમા જણાવ્યુ હતું કે તારીખ 2 /2/2019 ના રોજ ન્યુ દિલ્હી ખાતે તમામ રાજ્યોના બાર કાઉન્સિલ સભ્યો,હાઈકોર્ટ બાર એસોસિએશનના સભ્યો,સહિતના એક સયુક્ત મિટિંગનું આયોજન થયું હતું જેમાં કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવા માટે ચર્ચા કરાઈ હતી જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મુખ્ય માંગણીઓ…

વકિલો માટે કોર્ટની આસપાસ બેઠક, સહિત પાયાની સુવિધાઓ ની ઉપલબ્ધિ હોવી જોઇએ 

નવા જરુરીયાતમંદ વકિલોને માસિક 10,000/- રૂપિયા (પાંચ વર્ષ સુધી ) સરકાર તરફથી આપવામાં આવે 

દેશના તમામ વકિલો અને તેમના પરિવારો માટે જીવન વિમો, આકસ્મિક મૃત્યુ સમયે 50 લાખ સુધી વળતર, તેમજ બિમારી મા મફત ઇલાજ

વૃદ્ધ વકિલો માટે પેન્શનની વ્યવસ્થા,લોક અદાલતના કાર્યોથી ન્યાયદ્ગિશોને દુર રાખવા

જરુરીયાતમંદ વકિલોના રહેઠાણના ઘર બાંધવા માટે યોગ્ય દરે જમીનની વ્યવસ્થા કરવી

દરેક ટ્રીબ્યુનલ કમિશન વિગેરેમા કોર્ટના નિવૃત કર્મચારી કે ન્યાયાધીશની બદલે વકિલોની નિયુક્તિ કરવી

આવી તમામ માંગણીઓ પુરી કરવા કેન્દ્ર સરકાર દ્વારા વકિલોના કલ્યાણ માટે દર વર્ષે બજેટ મા 50 હજાર કરોડ ફાળવવામાં એ અંગે નર્મદા બાર એસોસિયેશન ના સભ્યોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY