નદીના ભાઠાને અડીને આવેલ ગામને લીઝથી મોટું નુકસાન થતું હોવાની ભીતિને લઈને આંદોલન છેડયું.
રાજપીપળા : નાંદોદ તાલુકાના સીસોદરા ગામ નર્મદા કિનારે આવેલું છે અને સીસોદરા ગામે નર્મદા નદી સાથે કરજણ અને ઓરસંગ નદી મળે છે એટલે આ વિસ્તારમાં પાણીનું વહેણ વધુ રહેતું હોય આજુબાજુની જમીનોમાં પાણી ભરાવા, ધોવાણ થવું જેવી સમસ્યા વધુ જોવા મળે છે જેમાં હાલ જે ખાનગી ઇજારદારને લીઝ આપી છે જે રેતીનું ખોદકામ કરશે.એટલે ખેડૂતોને વધુ નુકસાન થશે એટલુંજ નહીં નદીના પટ્ટને અડીને આવેલ આદિાસી વિસ્તારોમાં ઘરો પણ ડુબી જાય એવી સ્તિથી સર્જાશે જેથી ગ્રામજનો ભેગા મળી ગ્રામ સભામાં ઠરાવ કરી આ લીઝનો વિરોધ કર્યો.
સીસોસદરા ગામના આગેવાનોમાં સરપંચ બી.ડી.વસાવા, દિપક પટેલ, જયેશ પટેલ, કીર્તન પટેલ, બચુભાઈ પટેલ, નરેન્દ્ર પટેલ, નિમેષ પટેલ, દિલીપ પટેલ, રાજેશ પટેલ સહીતના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કે આ લીજ હાલ કોઈ હરીશ ઓડ નામના પરવાનેદારને સિસોદરા ગામની નદીના પટ્ટ માંથી રેતી કાઢવાની આપી છે જે નિયમ વિરુદ્ધ છે આ લીઝનો અમે વિરોધ કરી રદ કરવાની માંગ કરીએ છે.કારણકે મોટું નુકસાન અમારા ગામને છે.તો કોઈ પણ રીતે આ લીઝ ચાલુ થાય નહિ તે જિલ્લા કલેકટર નોંધ લે બાકી ગ્રામજનો કોઈ પણ સંજોગોમાં આ લીઝ ચાલુ કરવા દઈએ નહિ તેવી ચીમકી પણ આપી હતી.
બોક્ષ : અમે વેપારી છે ગમે તેને વેચીયે
સિસોદરા ગામના કીર્તન પટેલે જણાવ્યું હતું કે અમે જયારે ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ આધિકારી ત્યાં હાજર હોય તેમને રજૂઆત કરતા ખાણ ખનીજ વિભાગે કહ્યું કે અમે વેપારી છે ખનીજ ગમે તેને વેચીયે તમારે શું કહી ઉદ્ધત જવાબ આપતા ગ્રામજનોએ ખનીજ વિભાગમાં RTI કરવાની ફરજ પડી હતી અને ખાણ ખનીજ વિભાગ સામે પણ રોષ ફેલાયો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





