સુરક્ષા જવાનો ઉપર થયેલા કાતિલ હુમલા બાદ નર્મદા પોલીસ એલર્ટ,ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ધનશેરા ચેકપોસ્ટ ખાતે કડક સિક્યુરિટી ચેકીંગ હાથ ધરાયુ

નર્મદા ડેમ વાઇટલ ઈન્સ્ટોલેશન(રાષ્ટ્રીય સંપત્તિ)ની વ્યાખ્યામાં આવતું હોય સુરક્ષા ચક્ર મજબૂત કરાયું,નર્મદા ડેમ ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા
રાજપીપળા :જમ્મુ-કાશ્મીરના પુલવાવા જિલ્લામાં ભારતીય જવાનોની બે ગાડિયો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં 40 થી વધુ જવાનો શહીદ થતા હતા.આ ઘટના બાદ સમગ્ર ભારત દેશની પોલીસ એલર્ટ થઈ ગઈ છે.ભારત દેશના જવાનો પર કાતિલ હુમલા બાદ નર્મદા જિલ્લાની પોલીસ પણ એલર્ટ થઈ કેવડિયા સ્થિત નર્મદા ડેમ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દીધો છે.
આગામી 16મી ફેબ્રુઆરીથી 17મી ફેબ્રુઆરી દરમિયાન કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા ઇલેક્શન કમિશનર કોન્ફરન્સ પણ કેવડિયા ખાતે યોજાવાની છે,સાથે સાથે નર્મદા ડેમ વાઇટલ ઈન્સ્ટોલેશન(રાષ્ટ્રીય સંપત્તિ)ની વ્યાખ્યામાં આવતું હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા હોવાથી દેશ-વિદેશના પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી આ બંને જગ્યાએ સુરક્ષા ચક્ર મજબૂત કરાયું છે.નર્મદા જિલ્લો મહારાષ્ટ્ સીમાને અડીને આવેલો જિલ્લો છે જેથી ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર નર્મદા જિલ્લાની ધનશેરા ચેકપોસ્ટ ખાતે કડક સિક્યુરિટી ચેકીંગ હાથ ધરાયુ છે.હાલ નર્મદા પોલીસ દ્વારા નર્મદા ડેમ,સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને અને એમના વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




