નર્મદા જિલ્લા બાર એસોસિયેશને આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ 

0
87

રાજપીપળા : નર્મદા જિલ્લા બાર એસોસિયેશનના હોદ્દેદારો અને સભ્યોએ શનિવારે સાંજે સાત વાગે રાજપીપળા કોર્ટ થી સફેદ ટાવર સુધી કેન્ડલ માર્ચ યોજી અને સફેદ ટાવરે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી .

જમ્મુ કાશ્મીરના પુલવામાં જવાનો ઉપરના આતંકી હુમલામાં વીર જવાનો શહીદ થયા છે જેને પગલે સમગ્ર દેશમા જન આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે ઠેર ઠેર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી હોય નર્મદા જિલ્લા બાર એસોસિયેશને પણ શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં ખુબ મોટી સંખ્યામાં વકીલો પોતાના વકીલ યુનિફોર્મમાં હાજર રહ્યા હતા અને હાજર તમામ વકીલોએ આ દુઃખદ ઘટનાને વખોડી શહીદોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્તિ કરી મૌન પાડી વીર શહિદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY