જમ્મુ કશ્મીર ના પુલવા માં આતંકવાદી હુમલામાં શાહિદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરોજ ગાંધિધામમાં કાર્યક્રમ નું આયોજન કરાયું

પુલવા માં CRPF ના કાફલા પર થયેલા હુમલા માં શહીદ થયેલા જવાનો ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ઘાયલ થયેલ જવાનો ઝડપ થી સ્વસ્થ થઈ જાય એજ માઁ ભારતી ના ચરણો માં પ્રાર્થના કરવામાં આવી
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને સંકુલની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ સીઆરપીએફ ના જવાનો પર થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સંકુલની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે શનિવાર સાંજે ૫ કલાકે શહેરના ઝંડા ચોક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ આયોજન કરાયું હતું જેમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં 14,2. 2019 દેશ માટે કાળો દિવસ ના પ્રતિસાદરૂપે ગાંધિધામ વાસીઓ એ કાળા કપડા પહેરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હરહંમેશની જેમ વિકટ પરિસ્થિતિમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરીત સંકટ નિવારણ સોસાયટી શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાય કરવા જનાર છે આ માટે નાણાકીય સહાય કરવા પણ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દિનેશભાઈ ગુપ્તા દ્વારા અપીલ કરવામાં આવી હતી,
જમ્મુ કાશ્મીર ના પુલવામા થયેલ હુમલા બાદ 42 જવાનો શહીદ થયા જોકે 30 જેટલા જવાનો હજુ ધાયલ છે જેમા 15 ની ગંભીર હાલત છે આ ધટના ને લઈને દેશ આખા મા આંતકવાદી સામે રોષ ભભૂકી ઉઠયો છે અને હવે પાકિસ્તાન ને પાડી દેવા ની વાત સાથે ગાંધિધામ વાસીઓમાં રોષની લાગણી આંતકવાદી વિરૂધ્ધ ફાટી નીકળી છે પાકિસ્તાન મુરદાબાદ ના નારા લગાવ્યા હતા, આંતકવાદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા,
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




