રાજપીપળા શહેરમાં વીજ કંપનીના કર્મચારીઓની સમયસૂચકતા થી દરબાર રોડ લાઈબ્રેરી બહાર થતી દુર્ઘટના ટળી

0
33

ઇમર્જન્સીની વ્યાખ્યામાં આવતા વીજ કંપનીના લાઇનમેનોને ફરિયાદ મળતાજ ટ્રાન્ફોર્મર પરના સ્પાર્કને બંધ કરી તકલીફ દૂર કરતા સ્થાનિકોમાં હાશકારો 

રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ સ્તિથ નગરપાલિકા પુસ્તકાલય બહાર લાગેલા ટ્રાન્સફોર્મર પર મંગળવારે સવારે અચાનક સ્પાર્ક થયો ત્યારબાદ એ સ્પાર્ક વધુ તેજ બન્યો અને જાણે ટ્રાંસફોર્મર માં આગ લાગે એવી સ્તિથી જોવા મળી ત્યારે સ્થાનિકો ના જીવ અધ્ધર થયા અને આસપાસ મુકેલા વાહનો પણ લોકો હટાવવા લાગ્યા એ દરમિયાન પુસ્તકાલયના સ્ટાફે વીજ કંપનીના ફરિયાદ સેન્ટર પર જાણ કરતા પાંચજ મિનિટમાં લાઇનમેનો ત્યાં આવી વીજપુરવઠો બંધ કરી સ્પાર્ક થવાનું કારણ શોધી યોગ્ય રીતે મરામત કરી સમસ્યા દૂર કર્યા બાદ ફરી વીજપુરવઠો ચાલુ કરતા આખરે તાળવે ચોટલે સ્થાનિકોના જીવમાં જીવ આવ્યો જો કદાચ વીજ કંપનીની ટિમ સ્થળ પર આવવામાં મોડું કરતે તો કોઈ મોટી દુર્ઘટના થઈ શકે એમ લાગ્યું હતું પરંતુ વીજ કંપનીના કર્મચારીઓની સમયસૂચકતાથી એક દુર્ઘટના ટળી હતી ત્યારે સાચા અર્થમાં પોતાની ફરજ પ્રત્યેની જવાબદારી સાંભળતા આવા કર્મચારીઓ કદર થવી જોઈએ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY