રાજપીપળા સહીત સમગ્ર રાજ્યમાં બુધવારે મધરાતથી એસટીના કર્મચારીઓ એક દિવસની માસ સી.એલ પર

0
21

રાજપીપળા એસટી ડેપોના 57 જેવા તમામ રૂટ બંધ થતા અપ ડાઉન કરતા કે અભ્યાસ કરતા તમામ મુસાફરો અટવાયા જેમાં ખાનગી વાહન ચાલકો કમાયા  

સાતમુ પગાર પંચના અને અન્ય પડતર પ્રશ્નોનો મુદે સરકારના ઉદાસીન વલણથી કંટાળેલા કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતર્યા

રાજપીપળા : રાજપીપળા સહીત સમગ્ર રાજ્યમાં આજે સવારથી એસટી બસોના પૈડાં થંભી જતા લખો મુસાફરો અટવાઈ પડ્યા હતા જેના કારણે ખાનગી વાહનોને સારી એવી રોકડી થઈ હતી

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના સાતમાં પગાર પંચના અમલીકરણ સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણ મુદે સરકારના ઉદાસીન વલણથી કંટાળેલા રાજ્યભરના કર્મચારીઓ એક જુથ થઈ કર્મચારીઓની એસ. ટી સંકલન સમિતિના નેતૃવમાં તમામ કર્મચારીઓ બુધવારે મધરાતથી એક દિવસની માસ સી. એલ પર જતા ાજ્યભરની બસના પૈડા થંભી ગયા હતા જેમાં રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં અને બહાર જતી આવતી બસો બંધ થઈ જેમાં રાજપીપળા એસટી ડેપોના 57 રૂટો સદંતર અટકી પડતા મુસાફરો અટવાયા હતા તેમાં અપડાઉન કરતા વિધાર્થીઓ અને નોકરિયાતોની હાલત કફોડી થઈ હતી.

રાજય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓના સાતમાં પગાર પંચનો અમલ સહિત પડતર પ્રશ્નો તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઇ રહેલા મોટા આર્થિક નુકશાનથી નિગમને બચાવવા એસટી સંકલન સમિતિના નેજા હેઠળ વારંવાર સરકારને રજુઆત કરવામાં આવી છે.પરંતુ પગાર પંચના અમલ અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માત્ર ને માત્ર વાયદા કરવામાં આવી રહ્યા હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો જેથી પડતર પ્રશ્નોના નિરાકારણ માટે સરકારના ઉદાસીન વલણને સંક્લન સમિતિના નેજા હેઠળ વિભાગીય કચેરી સહિત રાજયભરમાં એસ. ટી કર્મચારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા પ્રદર્શન અને સુત્રોચાર કરવામાં આવી રહ્યા હતા ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરીની મધરાતથી રાજપીપળા સહિત રાજ્યભરના એસટી કર્મચારીઓ એક દિવસની માસ સી. એલ પર ઉતર્યા છે. જેને પગલે રાજપીપળા એસટી ડેપોના 57 રૂટોની બસના અને રાજયભરની હજારો બસોના પૈડા થંભી ગયા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY