કોયબા ગામે અનુસૂચિતજાતિના વિધાથીઓના લાભાર્થે રવિવારે ‘ભીમસંધ્યા’ કાર્યક્રમ યોજાશે

0
214

એક શામ બાબાસાહેબ કે નામ

હળવદ: ‘જય ભીમ’ કેરિયર એકેડમી હળવદ અને અનુ.જાતિ કોયબા દ્રારા આયોજીત હળવદમાં ચાલતા અનુસૂચિતજાતિના વિધાથીઓ માટે નિ:શુલ્ક તાલીમ વર્ગના લાભાર્થે કોયબા ગામે આગામી તા.૨૪/૨/૨૦૧૯ને રવિવારના રોજ ‘ભીમ સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા અનુસૂચિતજાતિના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

હળવદની સરા ચોકડી ખાતે ચાલી રહેલ અનુસૂચિતજાતિના વિદ્યાર્થીઓનો પરિક્ષાલક્ષી તાલીમ વર્ગ કલાસીસ વિનામૂલ્યે ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે અનુસૂચિતજાતિના વિદ્યાર્થીઓના લાભાર્થે હળવદ જય ભીમ કેરિયર એકેડમી અને સમસ્ત અનુસૂચિતજાતિ કોયબા દ્વારા આયોજીત ‘ભીમ સંધ્યા’ એક શામ બાબા સાહેબ કે નામની ભજનની રમઝટ બોલાવશે.   સોરઠના સાવજ અને બહુજન સાહિત્યકાર એવા વિશન કાથડ આગામી તારીખ ૨૪/૨/૨૦૧૯ અને રવિવારના રોજ રાત્રીના ૯ કલાકે હળવદ તાલુકાના કોયબા ગામે ભજનવાણી પીરશસે.જેમાં હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. સોલંકી,પી.એસ.આઈ. પી.જી.પનારા, હળવદ મામલતદાર વી.કે.સોલંકી,યુવા ભીમ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી સહીતના મહાનુભવો ઉપસ્થિત રહેશે અને કાર્યકમને સફળ બનાવવા જય ભીમ કેરીયર એકેડમીના કર્મશિલાઓ નરેન્દ્રભાઈ સોલંકી, મયુરભાઈ પરમાર,રાજેશભાઈ પરમાર,જશુભાઈ પરમાર, ઈશ્વરભાઈ પરમાર સહીતના અનુસૂચિતજાતિના યુવાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૭

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY