નર્મદા જિલ્લા નું ગૌરવ વધારતા પાલિકા પ્રમુખની સેનેટ સભ્યની સિદ્ધિ ને બિરદાવાઈ..

0
160

દક્ષિણ ગુુજરાત યુનિવર્સીટી માં સેનેટ સભ્ય તરીકે ચૂંટાયેલા જિગીષાબેન ભટ્ટ નું માંગરોળ કોલેજ પરિવાર દ્વારા સન્માન

નાંદોદ ના માંગરોલ માં આવેલી બી એડ,બી આર એસ અને એમ એસ ડબલ્યુ આમ ત્રણ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે સેનેટ સભ્ય તરીકે બિરાજમાન નર્મદા નું ગૌરવ વધારતા જિગીષાબેન ભટ્ટ નુંું શાલ ઓઢાડી સન્માન કરાયું

રાજપીપળા: રાજપીપળા નગર પાલિકા ના પ્રમુખ જિગીષાબેન ભટ્ટ ની હાલમાંજ દ.ગુજ .યુનિવર્સીટી માં સેનેટ સભ્ય તરીકે બિનહરીફ વરણી થઈ હતી ત્યારે અત્યાર સુધી આ હોદ્દા ઉપર નર્મદા જિલ્લા ના કોઈજ વ્યક્તિ ની વરણી થઈ ન હોય માટે જિલ્લા નું ગૌરવ વધારવા બદલ માંગરોલ ગામમાં આવેલી કોલેજ ઓફ એજ્યુકેશન બી એડ કોલેજ પરિવાર દ્વારા તેમનું મંગળવારે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોલ ખાતે ચાલતી બી એડ બી આર એસ અને એમ એસ ડબ્લ્યુ આમ ત્રણેય કોલેજ ના ટ્રસ્ટી મહેશભાઈ પટેલ સાથે બી એડ કોલેજ ના આચાર્ય યોગેશભાઈ પટેલ ,બી આર એસ કોલેજ ના આચાર્ય સુરેન્દ્રભાઇ તડવી અને એમ એસ ડબ્લ્યુ કોલેજના આચાર્ય મનીષાબેન ડામોર સાથે કોલેજ સ્ટાફ ના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા આ સન્માન સમારંભ યોજાયો તેમાં જિગીષાબેન ભટ્ટ નું શાલ ઓઢાઢી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન બદલ જિગીષાબેન એ કોલેજ પરિવાર નો આભાર વ્યક્ત કરી આવનારા દિવસો માં નર્મદા જિલ્લા ની કોલેજો ને લગતી કામગીરી માં અંગત રસ લઈ આપણા જિલ્લા નું નામ આગળ વધે અને કોલેજ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છુટવા બનતા તમામ પ્રયાસો કરવા તૈયારી બતાવી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY