કુઆલાલામ્પુર,
તા.૧૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પોતે અને એમના બહેન પ્રિયંકા ગાંધીએ એમના પિતા રાજીવ ગાંધીના હત્યારાઓને સંપૂર્ણપણે માફ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં વેલ્લુપિલ્લાઈ પ્રભાકરનની આગેવાની હેઠળનું તામિલ ઉગ્રવાદી સંગઠન નઈ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાનું કાવતરું ઘડવા અને હત્યા કરવા માટે દોષી જણાયું છે.
રાહુલે ક્વાલાલમ્પુરમાં ભારતીય વસાહતીઓનાં એક સંમેલનમાં હાજરી આપી હતી. ત્યાં એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તમે અને તમારા બહેને તમારા પિતા રાજીવ ગાંધીના હત્યારાઓને માફ કરી દીધા છે? ત્યારે એના જવાબમાં રાહુલે કહ્યું કે, અમે બહુ જ અપસેટ થઈ ગયા હતા અને ઘણા વર્ષો સુધી દુઃખી રહ્યા હતા. અમે ખૂબ ગુસ્સામાં પણ રહ્યા હતા, પરંતુ હવે કોઈક રીતે સંપૂર્ણપણે (હત્યારાઓને) માફ કરી દીધા છે.
જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જ કોઈકને સમજાય છેપ કે ક્્યાં વિચારોનો કેવો ટકરાવ હોય છે, કેવી ગૂંચવણ હોય છે. જ્યારે મેં પ્રભાકરનને (૨૦૦૯માં) લોહીલૂહાણ હાલતમાં ટીવી પર જાયો ત્યારે મને બે પ્રકારની લાગણી થઈ હતી કે શા માટે એ લોકો આ માણસ સાથે આવી રીતે વર્તાવ કરે છે. અને બીજી લાગણી થઈ હતી કે મને એ માણસ માટે અને એના બાળકો માટે બહુ દુઃખ થયું હતું. કારણ કે ભૂતકાળમાં અમે આવો જ અનુભવ કરી ચૂકવ્યા છીએ તેથી અમે આ બધું સમજી શકીએ છીએ. લોકોને ધિક્કારવાનું મને અને મારી બહેનને ગમતું નથી. મને કોઈ પણ પ્રકારની હિંસા ગમતી નથી.
આપને જણાવી દઇએ કે ૨ મે, ૧૯૯૧ના રોજ તામિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમ્યાન લિબરેશન ટાઇગર્સ ઓફ તામિલ ઇલમની એક મહિલા આત્મઘાતી હુમલાખોરે રાજીવ ગાંધીની હત્યા કરી દીધી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"