સાગબારાના જાવલી ખાતે પ્રેમ લગ્ન કરી ગયેલી પરણીતાએ સાસરીયાઓના ત્રાસના કારણે ઝેરી દવા પીતા મોત

0
322

મૃતકના પિતાએ પતિ સાસુ અને સસરા વિરુદ્ધ આપી ફરિયાદ 

દોઢેક વર્ષ પૂર્વે જાવલી ખાતે પ્રેમ લગ્ન કરી ગયેલી સુહાનીને સાસરિયાઓ એ ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરી હોવાની પિતાની ફરિયાદ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે દોઢેક વર્ષ પેહલા પ્રેમ લગ્ન કરી ગયેલી સાગબારા તાલુકાના બર્કતુરા ગામની સુહાનીએ જાવલીના રાહુલ ધરમદાસ વસાવા સાથે લગ્ન કર્યા બાદ સુહાનીના પિતા સુભાષ બાબુભાઇ વસાવા એ તેમના સમાજમાં બંને પક્ષોની ઈજ્જત સાચવવા સમાજના રીત રિવાજ મુજબ તેમના દાવા બાબતે વાત આગળ ધરેલી હોય તેથી સુહાનીના સાસરિયાઓ પૈકી પતિ રાહુલ , સાસુ લતાબેન અને સસરા ધરમદાસ￶ તારા લીધે અમે દેવું કરવાના નથી તુજ તારી જાતે કમાઈને પૈસા આપજે તેમ કહી ત્રણેક વારંવાર સુહાનીને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપી તેને મરવા માટે મજબુર કરી હોય વારંવારનો ત્રાસ સહન ન થતા ગત તારીખ 12 ફેબ્રુઆરી એ સુહાનીએ તેની જાવલી ખાતે સાસરીમાં ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન 20 ફેબ્રુઆરી એ તેનું મોત થતા સુહાનીના પિતા સુભાષભાઈ બાબુભાઇ વસાવા એ પતિ , સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ સાગબારા પો.સ્ટે. માં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ સાગબારા પીએસઆઇ સી એમ ગામીત કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY