સુરતના જય રાજેન્દ્રપ્રસાદ પાઠક નામના યુવાને દીકરીને મરવા મજબુર કરતા પિતાના ઘરેજ ફાસો ખાધો હોવાની ફરિયાદ
આદિવાસી જાતિના હોવાથી દીકરીને તરછોડી દઇ મોબાઇલ ઉપર બિભત્સ મેસેજો કરી આત્મહત્યા કરવા મજબુર કરી હોવાની પિતા એ આપી ફરિયાદ
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ખાતે રહેતા પિતાએ આપેલી ફરિયાદ મુજબ તેમની દિકરી સુરતની એક કોલેજમાં અભ્યાસ કરતી હોય ત્યાંજ અભ્યાસ કરતા જય રાજેન્દ્રપ્રસાદ પાઠક નામના યુવાને તેમની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી તે આદિવાસી જાતિની હોવાથી તેણીને તરછોડી દઇ તેના મોબાઇલ ફોન ઉપર બિભત્સ મેસેજો કરી આત્મહત્યા કરવા માટે મજબુર કરતાં દીકરીએ પિતાના ઘરે આમલેથા ખાતે દુપટ્ટા વડે ફાંસો ખાઇ લેતા મોતને ભેટી હતી.પિતાની ફરિયાદના આધારે આમલેથા પોલીસે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ની કલમ સાથેનો ગુનો દાખલ કરી સુરતની કોલેજમાં અભ્યાસ કરતા જય પાઠકની તપાસ શરૂ કરી સાચી હકીકત મેળવવા ચક્રો ગતિમાન કાર્ય છે.તપાસ એસ.જે. મોદી, નાયબ પોલીસ અધિક્ષક,એસ.સી.એસ.ટી. સેલ નર્મદા કરે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





