સુરત, તા. ૧૨
માંડવી તાલુકાના કરંજ ગ્રામ પંચાયતના તળાવ પર ટ્રક ચાલકની બેદરકારીને કારણે હિટાચી મશીનની નીચે મજૂર યુવકનું દબાતા મોત નીપજ્યું હતું.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામની સીમમાં અચાવેલા ગ્રામ પંચાયતના તળાવ પર ગઈ તારીખ ૪ થી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સવા અગિયારેક વાગ્યે મધ્યપ્રદેશનો ટ્રક ડ્રાઈવર રઘુનાથ શ્રીવનાથ શાહુ ટ્રકમાં હિટાચી મશીન ફેરવી રહ્ના હતો. દરમિયાન ટ્રકનો ફાળકો બંધ કરતા મજુરનું યુવક નવીનભાઇ ઉક્કડભાઈ વસાવા (ઉ.વ. ૪૦)નું હિટાચી મશીન અને ટ્રક વચ્ચે દબાતા ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવને પગલે મરનાર યુવકના ભાઈ પ્રવીણભાઈએ ટ્રક ચાલક રઘુનાથ શાહુ વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી સાથેપીએસઆઈ જે.એચ. વળવીએ વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



