દેશની સરહદની રક્ષા કરતા સૈનિકોની જેમ દેશના સ્વાસ્થ્ય સૈનિકોનો પણ દરજ્જો હોવો જોઈએ : કમલ ચૌહાણ.

0
227

રાજપીપળામાં વાલ્મિકી સફાઈ કામદારોની હડાળને પગલે ગંદકીના ઢગલા,વાલ્મિકી કામદારો પર કાયદેસરની કાર્યવાહીની મુખ્ય અધિકારીની ચીમકી

પીએમ મોદી દલિતોના પગ ધોવે એના કરતા એમના પેટના ખાડા પૂરવા જોઈએ :કમલ ચૌહાણ,રાજપીપળા પાલિકા કોંગ્રેસ સભ્ય.

રાજપીપળા :ગુજરાત ભરમાં વાલ્મિકી સફાઈ કામદારોની સાથે રાજપીપળા પાલિકાના વાલ્મિકી સમાજના કામદારોએ પણ પોતાને કાયમી કરવા અને બીજી અન્ય પડતર માંગણીઓ મુદે હડતાલ પર ઉતરતા રાજપીપળા શહેરોમાં કચરાના ઢગલે ઢગલા થઈ જવાથી ગંદકી છવાઈ ગઈ છે.વાલ્મિકી સફાઈ કામદારોએ હડતાલનું રણસીંગુ ફૂંકી સરકાર સરકાર હવે શું કરે છે એ જોવું રહ્યું. રાજપીપળા નગરપાલિકાના 140 જેવા સફાઈ કામદારો 5 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર જતા બીજા દિવસેજ રાજપીપળા શહેરમાં ઠેરઠેર ગંદીકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું.શહેરવાસીઓ પણ કચરાના ઢગને કારણે દુર્ગંધ મારતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કચરાંથી દુ્ગંધને ારણે રોગચાળો ફેલાવાની દહેશત પણ શહેરવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.

બીજી બાજુ રાજપીપળા પાલિકા દ્વારા પણ કોઈ ખાસ  વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી તેથી રાજપીપળા શહેરવાસીઓ રોષે ભરાયા હતા.તો બીજી બાજુ વાલ્મિકી સમાજના લોકોએ અને રાજપીપળા પાલિકા કોંગ્રેસ સભ્ય કમલ ચૌહાણે માંગ કરી હતી કે પીએમ મોદી દલિતોના પગ ધોઈ ખાલી પબ્લિસિટી સ્ટંટ કરે છે એની કરતા એમના પેટનો ખાડો પૂરે એ જરૂરી છે.આજે દેશમાં ગન્દકીઓ સાફ કરવાનું કામ વાલ્મિકી સમાજના લોકો જ કરે છે,તેથી તેઓ દેશના સ્વાસ્થ્યના સૈનિકો કહેવાય.દેશની સરહદની રક્ષા કરતા સૈનિકો જેવો દેશના સ્વાસ્થ્ય સૈનિકોનો પણ દરજ્જો હોવો જોઈએ.તંત્ર પાસે પણ વહેલી તકે આ કચરાનો નિકાલ કરે તેવી રાજપીપળા વાસીઓ માંગ કરી રહ્યા છે.તો વાલ્મિકી સમાજના લોકોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહશે.

રાજપીપલા પાલિકાના ચીફ ઓફીસર અમિત પંડ્યાએ જણાવ્યું હતું કે શહેરમાં રહેલ કચરાનો નિકાલ કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરી ઉકેલ લાવવામાં આવશે.જો કે આ વાલ્મિકી સમાજના કર્મચારીઓની માગણીઓ સ્વીકારેલી છે,અને જો વધુ હડતાલ પર રહશે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY