નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

0
61

જિલ્લા કલેકટરે ફુલ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી 

રાજપીપળા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થયેલી ધોરણ- ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષાઓનો આજથી નર્મદા જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે રાજપીપલાની શ્રી એમ.આર. વિદ્યાલય ખાતે જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબના પુષ્પ સાથે ચોકલેટથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ – કારકિર્દીની માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્‍લા કલેક્ટરની સાથે જિલ્‍લા શિક્ષણાધિકારી ર્ડો. નિપાબેન પટેલ, ઉપરાંત ાજેન્દ્ર હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ ચૌહાણ,જાયન્ટસ ગૃપના ભરતભાઇ વ્યાસ- સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો વગેરે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાના આ કાર્યક્રમમાં જોડાઇને તેમણે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્‍લા કલેક્ટર આઇ કે પટેલ અને જિલ્‍લા શિક્ષણાધિકારી ર્ડો. નિપાબેન પટેલે શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉભી કરાયેલી પરીક્ષા સંદર્ભની સુવિધાઓ ઉપરાંત શાળામાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નિહાળી હતી અને સીસીટીવી કેમેરા ધ્વારા પરીક્ષા ખંડમાં થઇ રહેલી કામગીરીના મોનિટરીંગનું આચાર્યના કાર્યાલયમાંથી નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્‍લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આજથી પ્રારંભાયેલી બોર્ડની આ જાહેર પરીક્ષા માટે ધોરણ- ૧૦ ની પરીક્ષામાં ૧૫ પરીક્ષા કેન્દ્રો મા ૨૯ પરીક્ષા બિલ્ડીંગ મા 395 બ્લોક ખાતે ૧૧,૮૧૭ જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા લાયઝન અધિકારી તરીકે નિમાયેલા વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓ સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી રહયાં છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY