નર્મદા મા વવઝોડા સાથે વરસાદ : કેળા, પપૈયાના પાકને વ્યાપક નુકાશન : વહિવટી તંત્ર સજ્જ

0
215

રાજપીપળા : નર્મદા જીલ્લા મા મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી વાવાઝોડા અને વિજળી સાથે થતા પહેલા દિવસે ઘણુ નુકશાન થયુ હતુ અને બે દિવસ થી નર્મમા રોકાતા જીલ્લામા સરેરાસ 2 થી આઢી ઇંચ વરસાદ પડ્યો હતો એક બાજુ ખેડુતો માટે ખુસી ની લહેર પ્રસરી ત્યારે બીજીબાજુ વાવાઝોડા ને કારણે રાામપુરા, માંગરોલ, ગુવાર, વાવડી, સહીત નાવરા, રાજુવાડીયા પ્રતાપ નગર, સહિત ડેડીયાપાડા વિસ્તરો મા પણ કેળાનો અને પપૈયા નો ઉભો પાક આડો પડી ગયો અને ખેતીને વ્યાપક નુકશન થયુ જેથી વરસાદનુ આગમન આ ખેડુતો માટે મુસ્કેલી લાવી હતી માટે કહી ખુશી કહી ગમ જેવો માહોલ નર્મદા જીલ્લામા સર્જાયો છે.
નર્મદા જિલ્લા માં સવારે 8 થી 6 વાગ્યા સુધી સરેરાશ 2 થી 3 ઇંચ વરસાદ પડતા જનજીવન પર માંથી અસર પડી છે ત્યારે રાજપીપલા થી અંકલેશ્વર માં હાલ ફોર લેન્ડ નો રસ્તો બનતા ઝઘડિયા પાસે નાળું તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. જે બાબતે નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ આપતી ને પહોંચી વળવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને જિલ્લા કલેકટર દ્વારા રાજપીપલા અંકલેશ્વર ના રોડ વ્યવહાર બંધ થતા ડાઇવરઝ્ન માટે પણ એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે

આ બાબતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપક અધિકારી બી. એ.પટેલે જણાવ્યુ હતુ કે નર્મદા જિલ્લા માં સરેરાશ 2 થી 3 ઇંચ વરસાદ વરસતા વહીવટી તંત્ર દ્વારા તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને અમે ટિમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને ઝઘડિયા પાસે નાળું તૂટતાં વાહન વ્યવહાર ચાલુ કરવા ડયર્વઝન આપવા ટિમો દોડાવી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY