રાજપીપળા પાલિકાનું કાસ્ટિંગ મતના સહારે આચાર સંહિતામાં 45 કરોડનું બજેટ મંજુર.

0
32

રાજપીપળા પાલિકાની મળેલી સામાન્ય સાધારણ સભામાં સત્તા પક્ષ-વિપક્ષના સભ્યો અને પાલિકા સીઓ વચ્ચે પાલિકાની ફાઈલો પેન્ડિંગ મૂદ્દે માથાકૂટ

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે.બીજી ટર્મ માટે જીગીશા ભટ્ટ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.રાજપીપળા પાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટની અધ્યક્ષતામા 15મી માર્ચે વર્ષ 2019-20 માટેનું બજેટ મંજુર કરવા સામાન્ય સાધારણ સભા મળી હતી.આ સામાન્ય સાધારણ સભામાં ભાજપ અને કોંગ્રેસ-અપક્ષના 12-12 સભ્યો હોવાને કારણે બજેટ મંજુર કરવા મુદ્દે ટાય પડી હતી.જોકે પાલિકા પ્રમુખે પોતાના કાસ્ટિંગ મતનો ઉપયોગ કરતા અંતે 45.3 કરોડની કુલ આવક સામે 42 કરોડનો અંદાજીત ખર્ચ મૂકી 3.31 કરોડના પૂરાંત વાળુ બજેટ સત્તા પક્ષે મંજુર કર્યું હતું.તો બીજી બાજુ આ બજેટ મંજુર કરવા મુદે વિપક્ષે પોતાનો એક સુરે વિરોધ નોંધાવી બજેટને નામંજૂર કર્યું હતું.

હાલ 2019 લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં આચારસંહિતા અમલી બની છે.આચારસંહિતા દરમિયાન રાજપીપળા પાલિકાએ સામાન્ય સાધારણ સભા બોલાવી વર્ષે 2019-20 માટેનું બજેટ મંજુર કરતા આચારસંહિતાનું ઉલ્લંઘન કરી આ બજેટ મંજુર કરાયું હોવાની વાત સામે આવી હતી જોકે એ વાત ખોટી હોવાનું પણ જાણવા મળ્યું હતું.પણ આ મામલે કાયદો શુ કહે છે એ જોવું રહ્યું.

ચાલુ બોર્ડમાં પાલિકા સભ્યો અને મુખ્ય અધિકારી વચ્ચે માથાકૂટ થઈ

રાજપીપળા નગર પાલિકામાં બજેટ લક્ષી બોર્ડ મળ્યું હતું એ દરમિયાન રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખોમાં સંદીપભાઈ દશાંદી,મહેશભાઈ વસાવા અને પાલિકા સભ્ય સલીમભાઈ સોલંકીએ પાલિકાની પેન્ડિંગ ફાઈલો મુદે મુખ્ય અધિકારી અમિત પંડ્યાને રજુઆત કરી હતી ત્યારે સંદીપભાઈ દશાંદીએ આ મામલે જણાવ્યું હતું કે મુખ્ય અધિકારી આવાસના ફોર્મ મૂકી રાખતા હોય કોઈ પ્રોસેસ ન કરતા તેમજ અમુકમાં સહી કરવા માટે ખોટા ખોટા બહાના કાઢે છે જેથી લાભાર્થીઓ અને ગરીબ લોકો અટવાયા છે. જ્યારે મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમિત પંડ્યા સરકારી યોજનાઓ માટે જરૂર પડતા દાખલાઓ પર સહી કરતા નથી,અમે રજુઆત કરવા જઈએ ત્યારે તેઓ અમારું પણ માનતા નથી.આ મામલે અમારી ચાલુ મિટિંગમાં સીઓ સાથે માથાકૂટ થઈ હતી.

આચારસંહિતામાં બજેટ લક્ષી બોર્ડ બોલાવી શકાય છે :અમિત પંડ્યા, સીઓ રાજપીપળા નગરપાલિકા

આ મામલે રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી અમિત પંડ્યાએ જણાવ્યું હતું કે આચારસંહિતામાં બજેટ લક્ષી બોર્ડ બોલાવી શકાય,આ કોઈ આચારસાહિતાનું ઉલ્લંઘન નથી.અને મારી સાથે બજેટની બેઠક દરમિયાન કોઈ પણ સભ્યોએ માથાકૂટ કરી નથી આ તદ્દન ખોટી અફવા છે એમ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY