આરોગ્ય શાખાના ડ્રાઈવર વારૂર્ડે પણ થયા વયનિવૃત્ત
આહવા, તા.૨
ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાના પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી કિરીટચંદ્ર જયંતિલાલ પટેલ (કાકા), તા.૩૧મી જાન્યુઆરીએ વયનિવૃત્ત થતા તેમને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સહિતના ઉચ્ચાધિકારીઓ, અને જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ભાવભિનુ વિદાયમાન આપ્યુ હતું.
સને ૧૯૮૦થી ડાંગ જિલ્લા પંચાયતમાં કારકિર્દીની શરૂઆત કરનારા શ્રી કિરીટચંદ્ર પટેલે તેમની ૩૯ વર્ષોની લાંબી અને સુદીર્ઘ ફરજ દરમિયાન જિલ્લા પંચાયતની હિસાબી શાખા સહિત મહેમક શાખા, તાલુકા પંચાયત, અને આરોગ્ય શાખા જેવી વિવિધ શાખાઓમાં તેમની ફરજ બજાવી હતી. દરમિયાન છેલ્લા ૧૪ વર્ષોથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પર્સનલ સેક્રેટરી તરીકે સફળ સેવા બાદ તેઓ તા.૩૧/૧/ર૦૧૯નાં રોજ વયનિવૃત્ત થયા છે. તેમના વિદાય સમારંભમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અસારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.ડી.પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી જી.એ.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેઘા મહેતા, હિસાબી અધિકારી શ્રી બી.આર.ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસરો સર્વશ્રી ડૉ. ડી.સી.ગામીત, ડૉ.દિનેશ શર્મા, શ્રી રમેશભાઇ પવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવાર, શ્રી એમ.ડી.વણકર સહિતના અધિકારીઓ ઉપરાંત સાથી કર્મચારીઓ સર્વશ્રી જીતુભાઇ શાહ, વિકાસભાઇ જાષી, શાંતારામ દુષાણે, શ્રી કલ્પેશ પરમાર, યુનિટી કન્સ્ટ્રકશનના શ્રી રાજુભાઇ આહિરે સહિતના શુભેચ્છકોએ ઉપસ્થિત રહી નિવૃત્તિ લઇ રહેલા કર્મચારીઓને શાલ, શ્રીફળ અને સ્મૃતિભેટ અર્પણ કરી તેમના નિવૃત્ત જીવન માટેની શુભકામના પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ કાકાના વર્ષોના અનુભવનો લાભ જિલ્લા પંચાયતને મળતો રહેશે તેમ જણાવી, તેઓ વય નિવૃત્ત થઇ રહ્નાં છે, સેવા નિવૃત્ત નહીં તેમ જણાવ્યું હતું.
સાથે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઇ ડી. વારુર્ડેને પણ નિવૃત્તિ વિદાયમાન અપાયુ હતું. ઉલ્લેખનિય છે કે, શ્રી વારુર્ડે તા.ર૮/૯/૧૯૮૪થી ડાંગ જિલ્લા પંચાયતમાં તેમની ફરજ બજાવી રહ્ના હતા. છેલ્લે સને ૧૯૯૨થી તેઓ સતત આરોગ્ય શાખામાં તેમની ફરજ બજાવી રહ્ના હતા. શિક્ષણ શાખામાં રસોડા નોકર તરીકેથી કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી વારુર્ડેએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નિવાસ સ્થાને સેવકની કામગીરી બજાવવા સાથે, આહવા તાલુકા પંચાયતમાં પટાવાળા તરીકે પણ સેવા બજાવી હતી. આરોગ્ય શાખામાં પણ તેમણે ક્લિનર તરીકે ફરજ બજાવીને ડ્રાયવર તરીકે સને ૨૦૦૩થી બઢતી મેળવી સંઘર્ષમય કારકિર્દી પૂર્ણ કરી છે.
નિવૃત્તિ વિદાય સમારંભની સાથે જિલ્લા પંચાયતની આંકડા શાખામાં જિલ્લા આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી યોગેશ પટેલને પણ આ મહાનુભાવોએ બદલી વિદાયમાન આપ્યુ હતું. શ્રી પટેલની વલસાડ જિલ્લા પંચાયત ખાતે બદલી થવા પામી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





