નર્મદા જિલ્લામાં હોળી ટાણે નીકળતા ગેરિયાનું પ્રમાણ આ વર્ષે વધતું જોવા મળ્યું 

0
23

રાજપીપળા :આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં પરંપરાગત રીતે હોળી ધુળેટીમાં નીકળતા ગેરિયા છેલ્લા ઘણા વર્ષો થી જાણે નહિવત જોવા મળતા હતા પરંતુ આ વર્ષે રાજપીપળા ના બજારમાં ગેરિયા મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા . આમતો ઈન્ટરનેટ મોબાઇલના ઝડપી યુગમાં વિજ્ઞાન પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે ત્યારે કેટલીક અંધશ્રદ્ધા કે ધાર્મિક રીત રિવાજો પણ ઘણા ખરા અંશે જોવા મળે છે પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં રેહતા આદિવાસી લોકોમાં અમુક પ્રથા હજુ અકબંધ છે જેમાં ગેર પ્રથા પણ જોવા મળે છે ત્યારે દુરદુર ના ગામો માંથી આવતા ગેરિયાઓ માં પુરુષો મહિલાનો વેશ ધારણ કરી રાજપીપળા જેવા શહેરોમાં હાથે પગે ઘૂઘરા અને આંખે કાળા ચશ્મા પેહરી નાચ ગાન કરી લોકોનું મનોરંજન કરતા જોવા મળતા હોય છે,એક મંડળી માં ઢોલ નગારાં લઈ ફરતા આ ગેરિયાને જોવા બાળકોમાં ખુબ ઉત્સાહ સાથે મનોરંજન હોય છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY