ગીર સોમનાથ તા.૨૦, સમગ્ર દેશમાં ભાંગફોડીયા તત્વો દેશમાં અરાજકતા ફેલાવવાનાં હેતુથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ મોપેડ કે વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના (તમામ પ્રકારનાં વાહનો)નો ઉપયોગ કરતા હોવાનું જણાય છે. આતંકીત કૃત્યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઇ સ્પષ્ટ નોંધ ન હોવાના કારણે તેના મુળ માલીક સુધી પહોંચવાનું તપાસ એજન્સીને મુશ્કેલ બનતુ હોય છે. મહદઅંશે આવા વાહનોનાં વેચાણ વખતે તેમજ ભાડે આપતી વેળાએ વેપારી ખરીદદાર ગ્રાહક પાસેથી ઓળખનાં પુરતા પુરાવા મેળવ્યા વગર જ વાહનોનું વેચાણ કરતા હોય છે. તેમજ ભાડે આપતા હોય છે. અથવા લે-વેંચ કરતા હોય છે. જેથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો(તમામ પ્રકારનાં ફોર વ્હીલ,થ્રી વ્હીલ, ટુ વ્હીલર)નું વેચાણ કરનાર આવા વાહનોની લે વેંચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ પર નિયંત્રણો મુકવા ગીર સોમનાથ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર.મોદીને ફોજદારી કાર્યરીતી અધિનીયમ ૧૯૭૩ નાં કાયદાની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો(તમામ પ્રકારનાં ફોર વ્હીલ,થ્રી વ્હીલ, ટુ વ્હીલર)નું વેચાણ કરનાર આવા વાહનોની લે વેંચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓએ વાહન ભાડે આપે કે વેચાણ કરે ત્યારે નિયત નમુનામાં રજીસ્ટર નિભાવવુ ફરજીયાત છે.
આ હુકમ તા.૨૨-૦૩-૨૦૧૯ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહે તે રીતે ફરમાવેલ છે. આ રજીસ્ટર જરૂર જણાયે જિલ્લા મેજીસ્ટ્રેટ ,પોલીસ અધિક્ષક,અધીક જિલ્લા મેજીસ્ટ્રેટ કે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેમનાં તાબાનાં અધિકારી માંગે ત્યારે તેઓને અવશ્ય આપવાનું રહેશે. નિભાવવાનું થતુ રજીસ્ટર
| ક્રમ | વાહન કોને વેચેલ છે/કોની પાસેથી ખરીદેલ છે./કોને ભાડે આપેલ છે.તેનું પુરૂ નામ, જ્ઞાતિ(જાત), ઉમર, સરનામુ, કોન્ટેક નંબર, | વાહનનો નંબર, પ્રકાર એન્જીન નંબર, તથા ચેસીસ નંબર | રજુ કરેલ આધાર પુરાવા જેવા કે રેશનકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ, બેન્કની પાસબુક, પાનકાર્ડ, પાસપોર્ટ, ઈલેકટ્રીક બિલ, ટેલીફોનબીલ,
ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણીત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઈલ બનાવી રાખવી |
વાહન કોને વેચેલ છે. કોની પાસેથી ખરીદેલ છે. કોને ભાડે આપેલ છે. તેનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ |
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




