રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા નવાગામ (પાનુડા) ખાતે રહેતા બીપીનભાઇ વસાવાએ અગાઉ ગામનાજ એક વ્યક્તિની પત્નીની છેડતી કરી હોય એ સમયે બંને પરિવારો વચ્ચે ઝગડો થતા આ ઝગડાની એ રીશ રાખી બીપીને તેનું ઘર સળગાવી દીધું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવાગામ ખાતે રહેતા નરેશ રાયસીંગ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેના ગામમાં રહેતા બિપિન રમેશભાઈ વસાવાએ અગાઉ તેની પત્નિ સાથે છેડછાડ કરેલ તે બાબતેના જુના ઝગડાની રીસ રાખી નરેશને હેરાન કરવાના ઇરાદે નરેશની ગેરહાજરીમા તેના બંધ મકાન બહાર ઓટલા પર મુકેલા તુવરના પાકમા બીપીને દીવાસળી ચાંપી આગ લગાડી તેનું આખુ ઘર સળગાવી દઇ ગુનો કર્યો હોય નરેશની ફરિયાદના આધારે ડેડીયાપાડા પોલીસે બિપિન વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તપાસ ડેડીયાપાડા પીએસઆઇ એસ.જે.રાઠવા કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



