મગજ શાંત અને જીભ મીઠી રાખશો તો હતાશા આવશે નહીં : શ્રી પદ્મદર્શન

0
11

સુરત, તા.૨૫
શ્રી ગોહરબાગ જૈન સંઘ બીલીમોરાના શુભહ સંકુલ ખાતે પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજની પુનિતï નિશ્રામાં ચાલતા ‘સત્સંગ સપ્તાહ’માં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા છે. પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે અમૃતવાણી વહાવતા જણાવ્યું હતું કે, જો તમારા મસ્તકની ઉપર આઈસ ફેકટરી અને જીભ ઉપર સુગર ફેક્ટરી રાખશો તો જીવનમાં ગમે તેવી વિકટ કે વિષમ પરિસ્થિતિનું સર્જન થશે તો પણ હતાશા નહીં આવે. જા તમે તમારા મનમાં વોચમેન બનશો તો તમારી ભીતરમાં વિચારો કે વિકલ્પોના ભૂત ઘૂસી નહીં શકે. મનમાં ગમે તેવા કચરાનો સંગ્રહ નહીં કરો. કચરો ઘૂસી ન જાય તે માટે સદ્ગુરૂનું સાનિધ્ય સ્વીકારો.
માનવ ભવ કચરો કાઢવા માટે મળ્યો છે, ભેગો કરવા માટે નહીં. રાગ દ્વેષ અને વિષય કષાયના કચરા આત્મપ્રદેશો ઉપર જામ થઈને પડ્યા છે. આના કારણે જ આપણે સહુ ભવવનમાં ભટકી રહ્ના છીએ. આ કચરાને કાઢવા માટે ઝાડુ કે જેસીબીના મશીનો પણ નહીં ચાલે. આ કચરાને તો સળગાવી જ દેવો પડશે. એ માટે સદ્ïગુરૂની સહાય અને પ્રભુકૃપા જાઈશે. જીવનને સમૃદ્ધ બનાવવા માટે ધર્મ જાઈશે. ક્રિયાત્મક ધર્મની સાથે ગુણાત્મક ધર્મની જરૂરીયાત છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY