આઝાદીના ૭૨ વર્ષ પછી પણ આ ગામના આદિવાસી લોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવાથી વંચિત રહ્યા છે અને દોઢેક કી.મી .ના અંતરે આવેલ કુદરતી રીતે ફૂટેલા ઝરણામાંથી જીવન જરૂરિયાતના વપરાશ માટે પાણી ભરવા મજબુર બન્યા છે.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં દેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાં આવેલા કણજી વાંદરી ગામને રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલે દત્તક લીધું છે ત્યારે આ ગામના ગ્રામજનો પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે આજે પણ વલખા મારી રહ્યા છે.
આઝાદીના ૭૨ વર્ષ પછી પણ આ ગામના આદિવાસી ોકો પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવાથી વંચિત રહ્યા છે ત્યાંના ગ્રામજનો એકથી દોઢ કી.મી. ના અંતરે આવેલ ખીણ વિસ્તારમાં કુદરતી રીતે ફૂટેલા ઝરણામાંથી જીવન જરૂરિયાતના વપરાશ માટે પાણી ભરવા મજબુર બન્યાછે. સુકોભટ્ટ પહાડી ડુંગરાળ અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો પીવાના પાણીમાટે મોટી મુશ્કેલી વેઠી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એવું નથી કે સરકાર તેમની આ પરિસ્થિતી વાકેફ નથી પરંતુ આદિવાસીઓને પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ચોમાસા અને શિયાળામાં કોતરોમાંથી પીવાનું પાણી મેળવી જીવન ટકાવી રાખે છે. ઉનાળાની શરૂઆત થતાં જ આ પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે. અને એ સમયે આ ગામમાં શરૂ થઇ જાય છે જીવન જરૂરિયાતના પાણી મેળવવા માટેનો સંઘર્ષ
ત્યારે ત્યાંના ગરીબ આદિવાસીઓની વ્યથાનો અવાજ તંત્રના બહેરા કાને ન પડતા આખરે ગામના લોકો દુર ખીણમાં પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. અને આ ગામ જેવા કેટલાક અંતરિયાળ ગામોમા પીવાના પાણી જેવા સળગતા પ્રશ્નોથી લોકો પીડાતા જોવા મળી રહ્યા છે વિકાસની વાતો ખૂબ મોટે મોટે થી કરવામાં આવે છે પણ આ કણજી વાંદરી ગામને જોતા લાગે છે કે ગામનો અને અીંના આદિવાસીઓનો કોઈ વિકાસ થયો નથી સરકાર ગમે એ હોય ફક્ત પોકળ વચનોજ અપાયા છે. પીવાના પાણી માટે આ લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જોકે સરકારને વિકાસની વાતો માંથી ફુરસદ મળતી નથી ત્યારે જાણે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો જેવો આ ગામનો ઘાટ છે.
સરકાર કરોડોનો ખર્ચ કરીને છેક કચ્છ સૌરાષ્ટ સુધી પાણી પહોંચાડીને વાહ વાહી મેળવી વિકાસની વાત કરે છે પણ નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમથી લઘભગ ૨૦ કી.મી દૂર આવેલ કણજીવાંદરી ગામમાં પીવાના પાણીની તેમજ ખેત સિચાઈ માટે સુવિધાઓની સવલત સુધ્ધા આપવામાં આવી નથી અહીંના ગામના ગ્રામજનોને પીવાના પાણીની પડતી તકલીફો સમસ્યાઓને વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે .
કણજીવાંદરી ગામમાં મોબાઈલ કનેક્ટિવિટી પણ નથી માટે ઇમર્જન્સી સમયે તકલીફ
આ અંતરિયાળ વિસ્તારનું ગામ હોય ત્યાં એક પણ મોબાઈલ કનેક્ટિવિટી નથી જેના કારણે ઇમર્જન્સી સમયે એમ્બ્યુલન્સ કે અન્ય સુવિધા મેળવવી પણ મુશ્કેલ પડે છે .ચૂંટણી ટાણે આવા અનેક વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી કે વોકીટોકી જેવી સુવિધા ઉભી કરાય છે ત્યારે પાણી જેવી અગત્યની બાબતે સરકાર ધ્યાન આપે તે જરૂરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






