મોદી સરકાર આરબીઆઈ પર નજર રાખવા માટેના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીમા

0
8

ન્યુ દિલ્હી,તા.૧૭
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચતાણ હજી પણ અટકી નથી. જાકે શુક્રવારે સરકાર અને આરબીઆઈની વચ્ચે સમાધાન થનાર હતું, પરંતુ કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવ બાદ તેની શકયતા હાલ ઓછી દેખાઈ રહી છે. કેન્દ્ર સરકારે આરબીઆઈ પર નજર રાખવા માટે નવા નિયમોમાં ફેરફાર કરવા અંગેનો પ્રસ્તાવ મૂકવાનું નક્કી કર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જા આરબીઆઈ અને સરકાર વચ્ચેનો વિવાદ વધુ વકરશે તો દેશની ઈકોનોમીમાં રોકાણકારોનો વિશ્વ પણ ઓછો થશે. કેન્દ્ર સરકારે ભલામણ કરી છે કે તે આરબીઆઈ બોર્ડના વિવિધ કાર્યો પર નજર રાખવા પેનલ સ્થાપિત કરવા સક્ષમ છે.
આ પરથી એક વાતનો અંદાજા લગાવી શકાય કે કેન્દ્ર સરકાર નિયામક બોર્ડને વધુ સશક્ત બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે અગામી સોમવારે સેન્ટ્રલ બોર્ડની બેઠક છે. કેન્દ્ર સરકાર અને આરબીઆઈની વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો મુદ્દો એક માત્ર મામલો નથી. અગાઉ અમેરિકા અને તુર્કીમાં પણ સરકાર અને પ્રમુખ બેન્કોની વચ્ચે તણાવની સ્થિતિનું નિર્માણ થયું હતું. આવી સ્થિતનું નિર્માણ ત્યારે થાય છે જયારે બેન્કોની પાસે ક્રેડિટની કમી હોય છે.
કેન્દ્ર સરકારનો નવો પ્રસ્તાવ એક રીતે આરબીઆઈ અને કેન્દ્ર સરકારની વચ્ચે ચાલી રહેલા તણાવનો સંકેત આપે છે. અગામી સોમવારે થનારી મિટિંગમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થશે. આ તમામની વચ્ચે કેન્દ્ર સરકારનું કહેવું છે કે સેન્ટ્રલ બેન્ક અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં કોઈ પણ પ્રકારનો સહયોગ કરી રહી નથી. આરબીઆઈનું કહેવું છે કે ફન્ડ ટ્રાન્સફર તેની આઝાદીને ઓછી કરી શકે છે અને બજારોને નુકશાન પણ પહોંચાડી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY