નર્મદા જિલ્લામાં લોકસભા મત ક્ષેત્રો માટે 626 મતદાન મથકો પર 696 જેટલી EVM , VVPAT ની ફાળવણી કરી

0
17

રાજપીપળા મામલતદાર કચેરી ખાતેથી સ્ટ્રોંગ રૂમ ખાતે તમામ મશીનોની ફાળવણી કરવામાં આવી  

રાજપીપળા : જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે.પટેલના હસ્તે EVM મશીન (BU-CU) અને VVPAT ની રથમ રેન્ડમાઇઝેશન દ્વારા વિધાનસભા વિસ્તાર મુજબ ફાળવણી કરવામાં આવી હતી જે મુજબ નાંદોદ મામલતદાર કચેરી રાજપીપળા ખાતે ચૂંટણી અધિકારી એ આઈ હળપતિના નેતૃત્વમાં લોકસભાની 23 એપ્રિલના યોજાનારી ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર લોકસભા મતવિભાગ જેમાં આવતા નાંદોદ, તિલકવાડા ગરુડેશ્વર આ ત્રણ તાલુકાઓમાં 696 EVM અને 696 VVPAT મશીનો જયારે ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ જિલ્લાનાં અનુક્રમે નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન ના બુથ પ્રમાણે 696 BU અને 696 CU ફાળવી દીધા છે જે ચકાસણી કરીને આપવામાં આવ્યા છે.

આ બાબતે ચૂંટણી અધિકારી એ આઈ હળપતિ એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો ચૂંટણીની કામગીરીમાં સજ્જ છે અને જિલ્લા મુખ્ય અધિકારી આઈ.કે.પટેલ ના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી થઇ ગઈ છે. હાલ આ પ્રથમ રેન્ડમાઇઝેશન દ્વારા આજે કુલ- 696-BU, 969-CU અને 765-VVPAT કરાયેલી ફાળવણી બાદ હવે જિલ્લા ચૂંટણી તંત્ર પાસે હાલમાં 222-BU, 2-CU અને 2-VVPAT ઉપલબ્ધ રહ્યાં છે. બાકી હવે જે પ્રમાણે ઓર્ડર કર્મચારીઓને તાલીમ મતદાન જાગૃતિ અને સુરક્ષા વચ્ચે શાંતિ અને સલામતી વચ્ચે મતદાન થાય એવી તમામ તૈયારીઓ થઇ ગઈ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY