નર્મદા જિલ્લામાં સંપૂર્ણ મહિલાઓથી સંચાલિત ૧૦ મહિલા સખી મતદાન મથકો ઉભા કરાશે

0
37

આ મતદાન મથકો ઉપર પ્રિસાઇડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, પટાવાળા વગેરે જેવા તમામ મહિલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત સીક્યુરીટી ફોર્સ તરીકે પણ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે.

રાજપીપળા : ભારતનાં ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓના જાહેર કરાયેલાં ચૂંટણી કાર્યક્રમ અન્વયે ૨૧- છોટાઉદેપુર (અ.જ.જા.) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિભાગમાં ૫ (પાંચ) અને ૨૨-ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મતવિભાગમાં ૫ (પાંચ) મળી કુલ ૧૦ જેટલાં સંપૂર્ણ મહિલાઓથી સંચાલિત મહિલા સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

ભારતનાં ચૂંટણીપંચની સૂચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલની સૂચના હેઠળ ઉભા કરાનારા આ સખી મતદાન મથકોમાં નાંદોદ વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક નં-૧૫૮- એગ્રીકલ્ચર ટ્રેઇનીંગ સેન્ટર, વડીયા પેલેસ, રાજપીપળા, ૧૬૭- ટેકરા ફળીયા (ઇસ્ટ સાઇડ), રાજપીપળા, ૧૬૭-અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ (નોર્થ સાઇડ) રાજપીપળા, ૧૭૧-અંબુભાઇ પુરાણી હાઇસ્કુલ (સાઉથ સાઇડ), રાજપીપળા અને ૧૭૩- GBTC (વેસ્ટ સાઇડ), રાજપીપળા તેમજ દેડીયાપાડા વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ મતદાન મથક નં-૭૪-દેડીયાપાડા-૨ તાલુકા કુમાર શાળા નવું બિલ્ડીંગ, મતદાન મથક નં-૭૫-દેડીયાપાડા-૩ તાલુકા કુમાર શાળા (સાઉથ સાઇડ), મતદાન મથક નં- ૭૬ દેડીયાપાડા-૩ તાલુકા કન્યા શાળા (સાઉથ સાઇડ), મતદાન નં- ૭૭ દેડીયાપાડા-૪ તાલુકા કન્યા શાળા નવું બિલ્ડીંગ અને મતદાન મથક નં- ૨૧૫ સાગબારા – ૧ પ્રાથમિક શાળા (ઇસ્ટ સાઇડ) જેવા મતદાન મથકોનો આ મહિલા સખી મતદાન મથકમાં સમાવેશ થાય છે. આ મતદાન મથકો ઉપર પ્રિસાઇડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, પટાવાળા વગેરે જેવા તમામ મહિલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત સીક્યુરીટી ફોર્સ તરીકે પણ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY