રાજપીપળામાં સ્ટેટ બેન્કનું ATM અઠવાડિયાથી ખોટકતા ગ્રાહકોને હાલાકી 

0
44

એક તરફ માર્ચ એન્ડિંગની માથાકૂટ હતી ત્યાં એટીએમ બગડતા હજારો ગ્રાહકો અટવાયા 

રાજપીપળા : સરકાર લોકોને ડિજિટલ ઇડિયા તરફનો માર્ગ ભલે બતાવી રહી હોય પણ આ રસ્તો આમ લોકો માટે ઘણો કપરો સાબિત થઈ રહ્યો છે જેમાં ઓનલાઇન દરેક બાબત થોડા થોડા દિવસે બંધ થવી તેમજ મસીનો બગાડવા સહિતની ઘણી સમસ્યા ગ્રાહકો માટે હેડેક બની ગઈ છે.

સરકાર પ્રજાને ડિજિટલ પધ્ધતિ અપનાવવા કહે છે પરંતુ સુવિધાઓ ના અભાવ ના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રાજપીપળામાં ઘણા દિવસો થી સ્ટેટ બેન્ક નું ATM CUM કેશ ડીપોઝીટ મશીન ખોટકાયું છે જેથી રૂપિયા ઉપાડવા કે ડિપોઝીટ કરવા વાળા ગ્રાહકોની તકલીફ વધી છે તેથી અન્ય બેન્કિંગ સુવિધાઓ ના ઉપયોગ માટે એક થી બીજા ATM ના ધક્કા ખાવા પડે છે

ગ્રાહકોની રજુઆત બાદ અમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રાજપીપળા ના બ્રાન્ચ મેનેજર શ્રીમાન સોલંકી સાથે ગ્રાહકોને પડી રહેલ મુશ્કેલી અંગે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે બેન્કની બહાર જે મશીન છે તેમાં કાર્ડ રીડર ખરાબ થઈ ગયું છે અને તે માટે જે જરૂરી સામાન છે તે એક બે દિવસમાં આવી જશે ત્યારબાદ આ મશીન શરૂ થઈ જશે ઉપરાંત સ્ટેશન રોડ ઉપર આવેલ મશીન પણ કાર્ય ન કરતા લોકોને મુશ્કેલીઓ ઉભી થઇ છે જે માટે પણ એન્જીનીયરને જાણ કરી છે અને તે પણ વહેલી તકે શરુ થાય એવા અમે પ્રયાસ કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY